વિદેશી વિદ્યાર્થીની ભરતીનું લાયસન્સ સસ્પેન્ડ

લંડનઃ બ્રિટનની હોલબોર્ન, લંડનસ્થિત સૌથી મોટી ખાનગી કોલેજ સેન્ટ પેટ્રિક’સ કોલેજને વિદેશમાંથી વિદ્યાર્થીઓની ભરતી કરવાનું લાયસન્સ હોમ ઓફિસે સસ્પેન્ડ કર્યું છે. યુકેની અન્ય કોઈ ખાનગી કોલેજની સરખામણીએ આ કોલેજના વિદ્યાર્થીઓને ૨૦૧૩-૧૪ના વર્ષમાં જાહેર લોન્સ અને ગ્રાન્ટ્સ તરીકે સૌથી વધુ £૯૭.૫ મિલિયન મળ્યાં હતાં.

લંડનઃ બ્રિટનની હોલબોર્ન, લંડનસ્થિત સૌથી મોટી ખાનગી કોલેજ સેન્ટ પેટ્રિક’સ કોલેજને વિદેશમાંથી વિદ્યાર્થીઓની ભરતી કરવાનું લાયસન્સ હોમ ઓફિસે સસ્પેન્ડ કર્યું છે. યુકેની અન્ય કોઈ ખાનગી કોલેજની સરખામણીએ આ કોલેજના વિદ્યાર્થીઓને ૨૦૧૩-૨૦૧૪ના વર્ષમાં જાહેર લોન્સ અને ગ્રાન્ટ્સ તરીકે સૌથી વધુ £૯૭.૫ મિલિયન મળ્યાં હતાં.

એક જ વર્ષમાં જાહેર ભંડોળ મેળવતાં તેના વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્યથી વધી ૪,૦૦૦ થઈ હતી. આ વિદ્યાર્થીઓને ખોટી રીતે પ્રવેશ અપાયો હતો કે કેમ તેની હવે તપાસ કરાશે. કોમન્સ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને જણાયું હતું કે બ્રિટિશ કોલેજોમાં અબ્યાસ કરતા અને નિવાસી દરજ્જા મારફત પોતાની લાયકાત સાબિત ન કરી શકેલા ઈયુ વિદ્યાર્થીઓને £૩ મિલિયનથી વધુ ચુકવણી કરાઈ હતી. ઘણાં વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો ન હતો અને કેટલાંક આવશ્યક સ્તર અનુસાર ઈંગ્લિશ બોલી શકતા ન હતા.

વિદેશી વિદ્યાર્થીની ભરતીનું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.