૧૦ વર્ષની એસ્થર યુનિવર્સિટીમાં ભણશે!

૧૦ વર્ષની એસ્થર યુનિવર્સિટીમાં ભણશે!

લંડનઃ માત્ર દસ વર્ષની ટબૂકડી એસ્થરને ટીવી પરદે ડિઝની’સ ફ્રોઝન શો જોવાની જેટલી મજા પડે છે તેનાથી વધુ મજા આંકડાઓ સાથેની રમતમાં આવે છે! નવરાશની પળોમાં ઢીંગલીઓ સાથે રમતી જોવા મળતી એસ્થર ઓકાડે હવે ઓપન યુનિવર્સિટીમાં મેથ્સના ડિગ્રી કોર્ષમાં અભ્યાસ કરશે તેવું કોઇ કહે તો માન્યામાં ન આવે, પણ હકીકત એ છે કે એસ્થરે મહિના પૂર્વે જ એડમિશન પણ લઇ લીધું છે.

બ્રિટનના સૌથી નાની વયના અન્ડરગ્રેજ્યુએટ્સમાંની એક એસ્થરે તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં ૧૦૦ ટકા માર્ક સાથે વર્ગમાં પહેલું સ્થાન જાળવ્યું છે. એસ્થરનો છ વર્ષનો ભાઈ ઈસાહ પણ ગણિતમાં એટલી જ રુચિ ધરાવે છે.

જોકે અભ્યાસ માટે યુનિવર્સિટીમાં જવાનું રટણ તો ચાલુ જ હતું. માતા એફીના કહેવા મુજબ એસ્થરની ખૂબ જ નાની વયના કારણે યુનિવર્સિટીમાં અરજી અને એડમિશનની પ્રક્રિયા રસપ્રદ બની રહી હતી. ઓગસ્ટમાં અરજી અને વાઈસ ચાન્સેલર સાથે વાત કર્યા પછી એસ્થરનો ઈન્ટરવ્યુ લેવાયો હતો. સાથોસાથ નિબંધ અને મેથ્સની પરીક્ષા પણ લેવામાં આવી હતી. ડિસેમ્બરમાં તો તેનું એડમિશન કન્ફર્મ થઇ ગયું હતું.
મેધાવી અને પ્રકૃતિદત્ત શક્તિ ધરાવતી એસ્થરના સ્વપ્ના પણ મોટા છે. એક દિવસ પોતાની જ બેન્કનું સંચાલન કરવાનો અને મિલિયોનેર થવાનો અભરખો ધરાવતી એસ્થર ફાઈનાન્સ વિશે ઘણી વાતો કરે છે. તેનો ભાઈ ઈસાહ ગર્ભમાં હતો ત્યારે પણ એસ્થર તેને ગણિતજ્ઞાન આપતી રહેતી હતી, તેમ માતા એફીનું કહેવું છે. આજે ઈસાહ કેલક્યુલસ અને એડવાન્સ્ડ એલજિબ્રાનો અભ્યાસ કરે છે.

વેસ્ટ મિડલેન્ડ્સના વોલ્સાલમાં રહેતી એસ્થર આમ તો સાત વર્ષની ઉંમરથી જ યુનિવર્સિટીમાં એડમિશન લેવા તૈયાર થઇ ગઇ હતી, વય નાની હોવાથી તેને થોડોક સમય રાહ જોવા સમજાવવું પડ્યું હતું.

૧૦ વર્ષની એસ્થર યુનિવર્સિટીમાં ભણશે!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.