રાજ્યની આદિવાસી મહિલાઓ સંચાલિત પ્રથમ બેકરી

રાજ્યમાં આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત પ્રથમ બેકરી આદિવાસી પંથક ગણાતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં શરૂ થવાની છે. જંગલના ખોળે શરૂ થનારી આ બેકરીની વાનગીઓમાં મેંદાના લોટના બદલે ઘઉં, બાજરા અને મકાઈના લોટનો ઉપયોગ કરાશે અને ઔષધીય વનસ્પતિઓમાંથી બનાવાતી પ્રોડક્ટ્સ - વાનગીઓનું બેકરીમાં વેચાણ થશે.

રાજ્યમાં સૌથી પહેલી આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત બેકરી આદિવાસી પંથક ગણાતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં શરૂ થવાની છે. જંગલના ખોળે શરૂ થનારી આ બેકરીની વાનગીઓમાં મેંદાના લોટના બદલે ઘઉં, બાજરા અને મકાઈના લોટનો ઉપયોગ કરાશે અને ઔષધીય વનસ્પતિઓમાંથી બનાવાતી પ્રોડક્ટ્સ - વાનગીઓનું બેકરીમાં વેચાણ થશે. આદિવાસીઓને રોજગારી મળે અને આદિવાસી સ્ત્રીઓ પગભર બને તે હેતુથી આદિ ઔષધિ ગ્રૂપ દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો છે. આગામી મહિનામાં બેકરીમાં બનનારી તમામ પ્રોડક્ટસ ઔષધીય વનસ્પતિમાંથી બનશે. જેનું ડેડિયાપાડાની સાથે સાથે દક્ષિણ ગુજરાતના બીજા કેટલાક ચુનંદા તાલુકાઓમાં પણ વેચાણ થશે. આ માટે માર્કેટિંગની જવાબદારી પણ ગ્રૂપની મહિલાઓ જ સંભાળશે. આ બેકરી શરૂ કરવા માટે નાબાર્ડ બેંકે રૂ. ૪.૩૫ની સહાયની જાહેરાત કરી છે.

આદિવાસી મહિલાઓ સંચાલિત રાજ્ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.