દીપાવલિ પર્વની શુભેચ્છા: આગામી અંક બંધ રહેશે

વહાલા વાચક મિત્રો,

દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.

વહાલા વાચક મિત્રો,

દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.

ભારતના આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની બ્રિટનની મુલાકાત વખતે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિતેલા વર્ષમાં કરેલી વિદેશ યાત્રાઅો અને તેમની સફળતા અંગે આ વર્ષે દીપાવલિ વિશેષાંકમાં ગુજરાતી અને ઇંગ્લીશમાં ખૂબજ મનનીય માહિતી રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આપ સર્વે ઘણાં સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોતા હો છો તે સુંદર વાર્તાઅો, કવિતા-ગઝલો, જોક, હાસ્ય લેખ, માહિતીપ્રદ તેમજ મનોરંજક લેખો અને રંગબેરંગી તસવીરસહ વાંચનસામગ્રીના ખજાના સમાન દળદાર દીપાવલિ વિશેષાંક અમે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના આપ સર્વે લવાજમી ગ્રાહકોના કરકમળમાં આ શુભ પર્વે આ અંક સાથે સાદર રજૂ કરી રહ્યા છીએ.

દિવાળી અને નૂતન વર્ષ પર્વે આપણું કાર્યાલય બંધ રહેશે. જેથી તા. ૧૪-૧૧-૨૦૧૫નો 'ગુજરાત સમાચાર'નો રાબેતા મુજબનો અંક પ્રસિધ્ધ થશે નહિં જેની નોંધ લેવા નમ્ર વિનંતી.

- તંત્રી / પ્રકાશક.

દીપાવલિ પર્વની શુભેચ્છા: આગામ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.