સરદારના ઘરમાં આજે પણ ઝળહળતી ‘અખંડ સરદાર જ્યોત’

વર્ષ ૧૯૮૭માં ૨૫૨ સાયકલ યાત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ નડિયાદથી ‘અખંડ સરદાર જ્યોત’ કરમસદના ઘરે લાવીને પ્રસ્થાપિત કરી હતી. તે સમયથી એટલે કે છેલ્લા ૨૮ વર્ષથી આ ‘અખંડ સરદાર જ્યોત’ સરદાર પટેલના ઘરમાં પ્રજ્વલિત છે. 

વર્ષ ૧૯૮૭માં ૨૫૨ સાયકલ યાત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ નડિયાદથી ‘અખંડ સરદાર જ્યોત’ કરમસદના ઘરે લાવીને પ્રસ્થાપિત કરી હતી. તે સમયથી એટલે કે છેલ્લા ૨૮ વર્ષથી આ ‘અખંડ સરદાર જ્યોત’ સરદાર પટેલના ઘરમાં પ્રજ્વલિત છે. સરદાર પટેલના કરમસદના ઘરની અને જ્યોતની નિયમિત સારસંભાળની જવાબદારી બે પેઢીથી મારવાડી પરિવારે ઉપાડી લીધી છે. બે પેઢીથી આ પરિવાર સરદારના ઘર સહિત તેમની જ્યોતની પણ દેખરેખ રાખે છે. કોઈ ટુરિસ્ટ આવે ત્યારે સરદારનું મકાન તેમજ અલભ્ય ચીજ વસ્તુઓ હોંશથી બતાવે છે. તેમજ વિઝિટર બુકમાં અભિપ્રાય પણ લખાવે છે. આ પરિવાર નિઃશુલ્ક ભાવે જ આ તમામ સેવા કરે છે.

સરદારના ઘરમાં આજે પણ ઝળહળતી ‘અખંડ સરદાર જ્યોત’
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.