દાળવડાં

દાળવડાં...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ અડધો કપ તુવેરની દાળ • અડધો કપ અડદની દાળ • અડધો કપ ચણાની દાળ • છ નંગ કાશ્મીરી મરચાં • એક મિડિયમ કાંદો સમારેલો • બે ટી સ્પૂન આદું સમારેલું • બે ટી સ્પૂન લસણ સમારેલું • એક ટી સ્પૂન ગરમ મસાલો અથવા સાંભાર મસાલો • અડધો કપ ઝીણી સમારેલી કોથમીર • મીઠું સ્વાદાનુસાર • તળવા માટે તેલ

રીતઃ બધી જ દાળને મિક્સ કરી ધોઈને પાણીમાં બેથી ત્રણ કલાક પલાળી રાખવી. પીસતાં પહેલાં બધી દાળને એકદમ કપડા પર કોરી કરી મિક્સરમાં લાલ મરચાં સાથે કરકરી વાટવી. થોડીક ચણાની દાળને આખી જ સાઇડમાં રાખવી અને બધી સામગ્રી મિક્સ કરીને ખીરું બનાવી એમાં બધા મસાલા મિક્સ કરવા. હવે એક પેનમાં તેલ ગરમ કરીને ગેસની આંચ જરા ધીમી કરીને ખીરામાંથી લીંબુની સાઇઝનો બોલ વાળી એને હથેળીમાં ચપટો કરી ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળો. સમારેલાં કાંદા અને કોપરાની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

દાળવડાં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.