એક ચાલાક ચોર! પણ આખરે ઝબ્બે: ૧૩ વર્ષ સુધી એરપોર્ટ પર લોકોને છેતરનાર જેલ ભેગો કરાયો

એક ચાલાક ચોર! પણ આખરે ઝબ્બે: ૧૩

અફલાતુન વસ્ત્રોમાં સજ્જ કોઇ વ્યક્તિ તમને યુરોપના કોઇ એરપોર્ટ પર મળે અને પોતાનો બ્રિટીશ પાસપોર્ટ બતાવી કહે કે 'મારા બેન્ક કાર્ડની લીમીટ પૂરી થઇ ગઇ છે...મને જરા ૩૦ કે ૪૦ યુરો ઉછીના આપો ને! લંડન જવાની સસ્તામાં સસ્તી ટિકીટ લેવી છે! તમારી બેન્કની ડીટેઇલ આપો... બસ લંડન જઇને તમારા ખાતામાં યુરો ભરી દઇશ!' બોલો તમે તે ભલા માણસને મદદ કરો કે નહિં?

અફલાતુન વસ્ત્રોમાં સજ્જ કોઇ વ્યક્તિ તમને યુરોપના કોઇ એરપોર્ટ પર મળે અને પોતાનો બ્રિટીશ પાસપોર્ટ બતાવી કહે કે 'મારા બેન્ક કાર્ડની લીમીટ પૂરી થઇ ગઇ છે...મને જરા ૩૦ કે ૪૦ યુરો ઉછીના આપો ને! લંડન જવાની સસ્તામાં સસ્તી ટિકીટ લેવી છે! તમારી બેન્કની ડીટેઇલ આપો... બસ લંડન જઇને તમારા ખાતામાં યુરો ભરી દઇશ!' બોલો તમે તે ભલા માણસને મદદ કરો કે નહિં?

લાગલગાટ ૧૩ વર્ષ સુધી યુકેના ડઝન એરપોર્ટ પર વાર્તાઅો કરી ભલાભોળા હોવાનો દેખાવ કરીને લંડન પાછા જવા માટે લોકો પાસેથી એરટિકીટ પેટે ૩૦-૪૦ યુરો પડાવી લોકોને છેતરનાર ૪૨ વર્ષનો એન્ડ્રયુ ગ્રેન્ડન જર્મનીના મ્યુનીક એરપોર્ટ પરથી પકડાઇ જતા તેને ૧૦ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. તે આમ કરીને મહિને £૧૫,૦૦૦ પડાવતો હતો.

નોર્થ યોર્કશાયરના માર્સ્ક-બાય-ધ-સી ખાતે રહેતા ગ્રેન્ડને ગત જાન્યુઆરી મહિનામાં મ્યુનીક એરપોર્ટ પર ૫૧ વર્ષની એક જર્મન મહિલાનો એરપોર્ટના કાર પાર્કમાં સંપર્ક કર્યો હતો અને લંડન જવાની સસ્તામાં સસ્તી ફ્લાઇટ માટે ૩૨ યુરોની મદદ માંગી હતી. પોતાની બેન્ક કાર્ડની લીમીટ પૂરી થઇ ગઇ છે અને લાચાર છું... વગેરે બહાના કાઢી પોતાનો પાસપોર્ટ પણ જર્મન મહિલાને બતાવી પોતાનો ખોટો ઇમેઇલ આપી બેન્ક ડીટેઇલ માંગી હતી.

પરંતુ એન્ડ્રયુનું નસીબ ૧૩મા વર્ષે સહેજ કાચુ પડ્યું હતું. જર્મન મહિલાને તેના પતિએ 'જરા ગુગલ પર આ એન્ડ્‌રયુનું નામ ચેક તો કરી જો!' એમ જણાવ્યું હતું. તે જર્મન મહિલાએ એન્ડ્રયુનું નામ ચેક કરતા તેને યુરોપ વિસ્તારમાં ઘણા બધા લોકોને આ એન્ડ્રયુએ ટિકીટના બહાને રકમ પડાવીની છેતર્યા હોવાનું અને તેનું ઉપનામ 'એરપોર્ટમેન' હોવાનું જણાયું હતું. આટલું જ નહિં એક વ્યક્તિએ તો પૈસા આપતા પહેલા તેના પાસપોર્ટનો ફોટો પણ પાડી લીધો હતો. જે ફોટો પણ ઘણા બધા અખબારોમાં છપાયો હતો. પણ કમનસીબે એન્ડ્રયુ પકડાયો નહોતો.

જર્મન મહિલાએ તુરંત જ મ્યુનીક એરપોર્ટ પોલીસને ફરિયાદ કરી હતી. 'એરપોર્ટમેન'ની બધી વિગત જાણીને મ્યુનીક એરપોર્ટ પોલીસે પણ તેને પકડવાનું બિડું ઝડપ્યુ હતું અને ચાંપતી તપાસ રાખતા બે દિવસ બાદ એન્ડ્‌રયુ ગ્રાન્ડન એક મહિલાને છેતરવાનો પ્રયાસ કરતા ઝડપાઇ ગયો હતો.

ગ્રાન્ડને કોર્ટને જણાવ્યું હતું કે 'તે તાલિમ પામેલો શેફ છે અને યુરોપમાં ઘણે સ્થળે તેણે કામ કરેલું છે. પરંતુ ઇસ્ટર્ન યુરોપના વસાહતી કર્મચારીઅો આવતા તેને કામ મળવાનું બંધ થયું હતું. જેથી તેણે આ રીતે એરટિકીટના નાણાં માંગી છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું.'

ગ્રેન્ડનના નામથી ૨૦૦૯માં એક અોનલાઇન ફોરમમાં એક વ્યક્તિએ ગેરંટી આપતાં ઝણાવ્યું હતું કે 'હું માત્ર ૨૦ મિનિટમાં આ રીતે ૨૦૦ યુરો ચપટી વગાડતામાં ભેગા કરી શકું છું.'

એન્ડ્્રયુને કોર્ટે દસ માસની સજા ઉપરાંત ત્રણ વર્ષ માટે જર્મનીમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. એન્ડ્રયુને પણ હવે લાગે છે કે આમ લોકોને છેતરતા તે બુઢ્ઢો થઇ ગયો છે અને હવે બ્રિટન પરત થઇ પોતાના ભાઇના હોર્ટીકલ્ચરના વેપારમાં મદદ કરવા માંગે છે.

એક ચાલાક ચોર! પણ આખરે ઝબ્બે: ૧૩
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.