પાકિસ્તાન સેના કરાચીને હસ્તગત કરશે
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પ્રમુખ એક એવાં અભિયાનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે, જે પાકિસ્તાનમાં ફરીથી રાજકીય તખ્તો પલટી શકે છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પ્રમુખ એક એવાં અભિયાનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે, જે પાકિસ્તાનમાં ફરીથી રાજકીય તખ્તો પલટી શકે છે. જોકે આ વખતે સંઘીય સરકાર સીધી સેનાનાં નિશાન પર નથી. આ અભિયાન પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીને એક મજબૂત રાજકીય પક્ષના પ્રભાવમાંથી મુક્ત કરવા પર કેન્દ્રિત છે. પાકિસ્તાન સેના દ્વારા અત્યારના વર્ષોમાં કરવામાં આવેલી આ સૌથી મોટી સૈન્ય કાર્યવાહી હોઈ શકે છે.
આઈએસઆઈના પ્રમુખ અખ્તરના નજીકના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ધીરે-ધીરે કરાચીને સેના હસ્તગત કરી લેશે, જે પરંપરાગતરૂપે આર્મીની સત્તા હેઠળનો વિસ્તાર ગણાશે. માનવામાં આવે છે કે, ગુપ્તચર સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહેલાં આ અભિયાનનો મુખ્ય ટાર્ગેટ આતંકવાદીઓ અને ગુનેગારો છે, જોકે કેટલાંક લોકો કહે છે કે, તેમનાં નિશાન પર મુતાહિદ-એ-કૌમી મૂવમેન્ટ(એમક્યૂએમ) જ રહેશે. આ અભિયાન અંગે પાકિસ્તાન સેનાના પ્રવક્તાએ કંઈ જ જણાવ્યું નથી.
