ગુજરાતની જેમ જમ્મુ-કાશ્મીરનો વિકાસ કરીશું

જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસનનો વધુ વિકાસ થાય તે માટે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફતી મોહમ્મદ સઈદ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા.

અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસનનો વધુ વિકાસ થાય તે માટે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફતી મોહમ્મદ સઈદ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરતાં કહ્યું હતું કે, જે પ્રકારે મોદીએ ગુજરાતને વિકાસનું અનન્ય મોડેલ બનાવ્યું તે મોડેલને અનુસરી તેઓ જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ કરવા ઇચ્છે છે. અમદાવાદમાં કાર્યરત રાષ્ટ્રીય ટૂર ઓપરેટર્સ અને પ્રવાસન કંપનીઓના પ્રતિનિધિઓ તથા પત્રકારોને સંબોધતાં સઈદે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસનું એક મોડેલ બનાવ્યું છે. તેમણે ત્રણ ત્રણ વખત અહીં ચૂંટાઈને પારદર્શી વ્યવસ્થા, ભ્રષ્ટાચાર મુક્ત વાતાવરણ અને નિર્ણયો માટે સીંગલ વિન્ડો સીસ્ટમ સ્થાપી. હવે માહોલ અમારી સામે આવ્યો છે અને અમે વિકાસના મોડેલનો અમલ કરવા મક્કમ છીએ.

અમદાવાદ રઝળતી લાશોના સુરતમાં અંતિમસંસ્કારઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી અજાણ્યા મૃતદેહોની સંખ્યા વધી ગઇ હતી. કોન્ટ્રાક્ટર દ્વારા સમયસર આ બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર થઈ ન શકતા પીએમ રૂમમાં શબના ઢગ થઇ ગયા હતા. દરમિયાન આવા મૃતદેહોનો નિકાલ કરતી સુરતની સંસ્થા-એકતા ટ્રસ્ટે આ રઝળી રહેલી ૪૩ લાશોના અંતિમ સંસ્કારની જવાબદારી ઉપાડી લીધી હતી. અને બે ટેમ્પોમાં લાશો સુરતના અશ્વિનીકુમાર સ્મશાનભૂમિ ખાતે લાવી અગ્નિદાહ કર્યો હતો.

હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખપદે યતીન ઓઝાઃ ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખપદે યતીન ઓઝા ૬૪૮ મત મેળવી વિજયી રહ્યા છે. તેઓ સતત ત્રીજી વખત ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ પદે વિજયી રહ્યા છે.

રજનીશ રાયની CRPFના આઈજી પદે નિમણૂકઃ બહુચર્ચિત સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાત કેડરના બે અને રાજસ્થાન કેડરના એક આઈપીએસ અધિકારીઓની ધરપકડ કરી તત્કાલીન રાજ્ય સરકાર સાથે ગજગ્રાહ સર્જનારા આઈપીએસ અધિકારી રજનીશ રાયની કેન્દ્ર સરકારે આખરે સીઆરપીએફના આઈજી પદે નિમૂણક કરી છે. અગાઉ રજનીશ રાયની ઝારખંડના જાડુગુડામાં યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સીઈઓ તરીકે જે નિયુક્તિ થઇ હતી, જેને રાયે ટ્રિબ્યુનલ પડકારી હતી. જેમાં તેમનો વિજય થતાં સરકારે હવે તેમને શિલોંગમાં સીઆરપીએફના આઈજી તરીકે પોસ્ટિંગ આપ્યું છે.

ગાંધીનગરને મળ્યા પ્રથમ મહિલા મેયરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧લી મેએ દોઢ વર્ષ બાદ મળેલી સામાન્ય સભામાં નવા મહિલા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થઇ હતી. જેમાં બીજી ટર્મ મહિલા અનામત હોવાથી આ વખતે પ્રથમ મહિલા મેયર માટેની ચૂંટણી થઇ હતી. ભાજપની સત્તા ધરાવતાં કોર્પોરેશનના નવા પ્રથમ મહિલા મેયર તરીકે કોંગ્રેસના બાગી મહિલા સભ્ય હંસાબેન મોદી ચૂંટાયા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કાર્તિક પટેલની વરણી થઇ છે.

મોદી મોડેલ પર જમ્મુ-કાશ્મીરનો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.