સુરત એરપોર્ટને મોરારજી દેસાઇનું નામ અપાશે

સુરત એરપોર્ટના નામકરણ અને વિકાસ માટેના પગલાં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લીધા છે.
સુરત એરપોર્ટના નામકરણ અને વિકાસ માટેના પગલાં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લીધા છે. જેમાં આ એરપોર્ટને ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. મોરારજી દેસાઇનું નામ આપવામાં આવશે. વડા પ્રધાન કાર્યાલયે આ અંગે પ્રક્રિયા શરૂ કરવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને નોંધ મોકલાઇ છે. ટૂંક સમયમાં સુરત એરપોર્ટનું ‘મોરાજી દેસાઇ ડોમેસ્ટિક એરપોર્ટ’ નામકરણ કરાશે. આ ઉપરાંત પોરબંદર એરપોર્ટનું નામ ‘મહાત્મા ગાંધી ડોમેસ્ટિક એરપોર્ટ’ કરાશે. આ સાથે જ સુરત એરપોર્ટ ખાતે રન-વેને વિકસાવવાની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. જે મુજબ ૨૦૦ મીટરના ડેમેજ રન-વેને સુધારી રૂ. ૬૯ કરોડના ખર્ચે ૬૫૦ મીટરના રન-વે નું વિસ્તરણ કરાશે. જે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

