સેન્ટ લ્યુક્સના લાભાર્થે નલિની પટ્ટણી આનંદ મેળામાં કાર્યક્રમ આપશે

બ્રિટનના વ્યાપક ફેલાવો ધરાવતા લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે યોજાનારા પાંચમા 'આનંદ મેળા'ના ભવ્ય કાર્યક્રમમાં ચેરીટી સંસ્થા સેન્ટ લ્યુક્સના લાભાર્થે વિખ્યાત ગાયક કલાકાર નલિની પટ્ટણી ગીત સંગીત રજૂ કરશે.

બ્રિટનના વ્યાપક ફેલાવો ધરાવતા લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે યોજાનારા પાંચમા 'આનંદ મેળા'ના ભવ્ય કાર્યક્રમમાં ચેરીટી સંસ્થા સેન્ટ લ્યુક્સના લાભાર્થે વિખ્યાત ગાયક કલાકાર નલિની પટ્ટણી ગીત સંગીત રજૂ કરશે.

નલિનીએ વિતેલા વર્ષો દરમિયાન આલ્બમ 'રાસ ગરબા વીથ નલિની', 'ઇન્સપીરેશન એન્ડ મેરા દિલ દિવાના' રજૂ કર્યું હતું. તેમણે લંડનના LBC પર રજૂ થયેલ પ્રથમ એશિયન શો 'ગીતમાલા'ને પ્રસ્તુત કર્યો હતો.

નલિનીની દિકરી રિંકુની સારસંભાળ સેન્ટ લ્યુક્સ દ્વારા લેવાઇ હતી અને નલિની અને તેનો પરિવાર સેન્ટ લ્યુક્સ હોસ્પીસને ખૂબજ સુંદર સહકાર આપી રહ્યો છે. ખાસ કરીને રિંકુને સંગીત ખૂબજ ગમતું હતું. તેમણે જણાવ્યું હતું કે 'એક દિવસ અમે એક મ્યુઝીક થેરાપીસ્ટ ગીટાર વગાડતા સાંભળ્યા હતા. અમે બીજુ કશું સમજીએ તે પહેલા તેમણે જણાવ્યું હતું કે હું તારા માટે એક ભજન રજૂ કરૂં. અમે બધા એક રૂમમાં એકત્ર થઇ ગયા હતા અને અને તેમને એક ખૂબજ સુંદર ભજન રજૂ કર્યું હતું. અમારી સૌની આંખોમાં આંસુ હતા. ખરેખર તે શક્તિસભર પળ હતી.'

સેન્ટ લ્યુક્સ હોસ્પિસના મ્યુઝીક થેરાપીસ્ટ એલન વોટ્સ પણ 'અનંદ મેળા'માં પોતાની કલાને રજૂ કરનાર છે અને તેઅો આનંદ મેળામાં ઉપસ્થિત સૌ કોઇને કેટલીક તનાવમુક્ત થેરાપી આપનાર છે.

સેન્ટ લ્યુક્સ માટે અનંદમેલાને જાંબલી રંગનો બનાવો

'આનંદ મેલા'ની સહયોગી સખાવતી સંસ્થા સેન્ટ લ્યુક્સ હોસ્પીસને 'આનંદ મેલા'ની પ્રવેશ ફીની વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ આપવામાં આવશે. સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારીથી પીડાતા વડિલોની સારસંભાળ માટે કામ કરતી ચેરીટી સંસ્થા છે અને બીમાર વડિલો તેમની બીમારી સામે લડી શકે અને તેમનું મનોબળ મજબૂત થાય, તેઅો સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરે છે અને છેલ્લે તેઅો પોતાના મનપસંદ સ્થળે ગૌરવપૂર્ણ રીતે મરણ પામે તે માટે મદદ કરે છે. આટલું જ નહિં સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારી ભોગવતા વડિલોના પરિવારજનો અને કેરરને પણ મદદ કરે છે. કોઇ પણ ચાર્જ વગર મફત સેવા આપતી આ સંસ્થાનો ૭૦% ખર્ચો આપણા સમુદાયના લોકો આપે છે. સેન્ટ લ્યુક્સ દ્વારા તેના તમામ સહયોગીઅોને અપીલ કરવામાં આવે છે કે તેઅો 'આનંદ મેલા'માં પધારે ત્યારે સર્વેને જાંબલી રંગના વસ્ત્ર પહેરવા વિનંતી જેનાથી દેખાય કે તેઅો સેન્ટ લ્યુક્સને ટેકો આપે છે. સેન્ટ લ્યુક્સના સ્ટોલની મુલાકાત લેવા સર્વને નમ્ર વિનંતી છે. વધુ માહિતી માટે જુઅો www.stlukes-hospice.org/mela

સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો: 020 7749 4080.

સેન્ટ લ્યુક્સના લાભાર્થે નલિ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.