ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાના સીબીઆઈના ઈન્ચાર્જ

ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ

ભારતના સર્વોચ્ચ જાસૂસી અને તપાસ સંસ્થા એવી સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર અનિલ શર્મા નિવૃત્ત થયા છે અને ગુજરાત કેડરના ૧૯૮૪ બેચના આઈપીએસ રાકેશ અસ્થાનાને ઈન્ચાર્જ ડિરેક્ટર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હોવાની જાહેરાત બીજી ડિસેમ્બરે કરાઈ છે. ગુજરાતના કેડરના આઈપીએસ રાકેશ અસ્થાનાએ સીબીઆઈ એસપી તરીકે લાલુ પ્રસાદ યાદવનું ચકચારી ચારાકાંડ છત્તું કર્યું હતું. 

અમદાવાદઃ ભારતના સર્વોચ્ચ જાસૂસી અને તપાસ સંસ્થા એવી સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર અનિલ શર્મા નિવૃત્ત થયા છે અને ગુજરાત કેડરના ૧૯૮૪ બેચના આઈપીએસ રાકેશ અસ્થાનાને ઈન્ચાર્જ ડિરેક્ટર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હોવાની જાહેરાત બીજી ડિસેમ્બરે કરાઈ છે. ગુજરાતના કેડરના આઈપીએસ રાકેશ અસ્થાનાએ સીબીઆઈ એસપી તરીકે લાલુ પ્રસાદ યાદવનું ચકચારી ચારાકાંડ છત્તું કર્યું હતું.
વડોદરા અને સુરતમાં પોલીસ કમિશનર તરીકે લાંબો સમય ફરજ બજાવી આસારામ બાપુ, નારાયણ સાંઈ જેવા ચમરબંધીઓને જેલ ભેગા કરીને કરોડોની લાંચની ઓફરને ફગાવી. ગોધરાકાંડ વખતે સાબરમતી ટ્રેન સળગાવવાના મામલામાં આઈએસનું કાવતરું હોવાના પુરાવા તેમણે જ શોધ્યા હતા. સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે હાલમાં આર કે દત્તા છે. તેમને ગૃહ મંત્રાલયમાં સ્પે. સેક્રેટરી તરીકે મહત્ત્વની કામગીરી આપીને આસ્થાનાને ઇન્ચાર્જ ડિરેક્ટર બનાવાયા છે.

ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.