ઝેક ગોલ્ડસ્મિથની પેટાચૂંટણીમાં હાર

ઝેક ગોલ્ડસ્મિથની પેટાચૂંટણીમ...

હીથ્રો એરપોર્ટના વિસ્તરણના વિરોધમાં રિચમન્ડ પાર્ક સંસદીય ક્ષેત્રની બેઠક પરથી રાજીનામું આપી દેનારા ઝેક ગોલ્ડસ્મિથને પેટાચૂંટણીમાં પરાજય થયો છે. સ્વતંત્ર ઉમેદવારી કરનારા ઝેકને ૧૮,૬૩૮ મત મળ્યા હતા, જ્યારે લિબરલ ડેમોક્રેટ ઉમેદવાર સારાહ ઓલ્નીએ ૨૦,૫૧૨ મત મેળવ્યાં હતાં.

લંડનઃ હીથ્રો એરપોર્ટના વિસ્તરણના વિરોધમાં રિચમન્ડ પાર્ક સંસદીય ક્ષેત્રની બેઠક પરથી રાજીનામું આપી દેનારા ઝેક ગોલ્ડસ્મિથને પેટાચૂંટણીમાં પરાજય થયો છે. સ્વતંત્ર ઉમેદવારી કરનારા ઝેકને ૧૮,૬૩૮ મત મળ્યા હતા, જ્યારે લિબરલ ડેમોક્રેટ ઉમેદવાર સારાહ ઓલ્નીએ ૨૦,૫૧૨ મત મેળવ્યાં હતાં.

અગાઉ, તેમણે ટોરી પાર્ટીના ઉમેદવાર તરીકે આ બેઠક ૨૩,૦૦૦ મતની સરસાઈથી જીતી હતી પરંતુ, હીથ્રો એરપોર્ટ અંગે લીધેલું વલણ તેમને ભારે પડી ગયું હતું. પરિણામ પછી ઝેકે કહ્યું હતું કે, આ કોઈ રાજકીય ગણતરી ન હતી પરંતુ, મેં આપેલું વચન હતું, જે પાળ્યું હતું. બિલિયોનેર વારસદાર ઝેક ગોલ્ડસ્મિથ લંડનના મેયરપદની ચૂંટણીમાં પણ લેબર પાર્ટીના સાદિક ખાન સામે હારી ગયા હતા.

ઝેક ગોલ્ડસ્મિથની પેટાચૂંટણીમ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.