USAમાં યોજાનાર દિવ્યાંગ વોલીબોલ સ્પર્ધામાં ચરાડાનો હિતેશ ભારતીય ટીમનો કેપ્ટન

જુલાઈ મહિનામાં અમેરિકાના વોશિંગ્ટન ખાતે દિવ્યાંગ વોલીબોલ સ્પર્ધાનું ઈન્ટરનેશનલ કક્ષાએ આયોજન કરાયું છે. આ ટીમનું પ્રતિનિધિત્વ ચરાડાનો દિવ્યાંગ હિતેશકુમાર રમણભાઈ ચૌધરી કરશે. 

માણસાઃ જુલાઈ મહિનામાં અમેરિકાના વોશિંગ્ટન ખાતે દિવ્યાંગ વોલીબોલ સ્પર્ધાનું ઈન્ટરનેશનલ કક્ષાએ આયોજન કરાયું છે. આ ટીમનું પ્રતિનિધિત્વ ચરાડાનો દિવ્યાંગ હિતેશકુમાર રમણભાઈ ચૌધરી કરશે. હિતેશ ચૌધરીની ભારતની ટીમના કેપ્ટન તરીકે પસંદગી થઈ હોવાથી ચરાડા ગામનું નામ સમગ્ર દેશ જ નહીં સમગ્ર વિશ્વમાં ગુંજશે તેથી હિતેશ રમણભાઈ ચૌધરીનો ચરાડા ગામે ભવ્ય સ્વાગત સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં આમંત્રિતો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. આ દિવ્યાંગ વોલીબોલ સ્પર્ધામાં ગામના અન્ય એક રમતવીર ચૌધરી હર્ષદકુમાર સુરેશભાઈની પણ ખેલાડી તરીકે પસંદગી થઈ છે. હર્ષદ ભારતની ટીમ વતી થાઈલેન્ડ રમવા જવાનો છે. 

USAમાં યોજાનાર દિવ્યાંગ વોલીબોલ સ્પર્ધામાં ચરાડાનો હિતેશ ભારતીય ટીમનો કેપ્ટન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.