ડો. હોમી ભાભાનું ઘર ઇતિહાસ બની જશે

ડો. હોમી ભાભાનું ઘર ઇતિહાસ બની

પરમાણુ સંશોધનના પિતામહ ડો. હોમી ભાભા જેમાં વર્ષો સુધી રહ્યા હતાં તે દક્ષિણ મુંબઈમાં આવેલો બંગલો તોડી પાડવામાં આવ્યો છે. એટલે કે હવે હોમી ભાભાની સાથે તેમનો બંગલારૂપી વારસો પણ ઇતિહાસ બની ચૂક્યો છે. દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારમાં આવેલો તેમનો 'મહેરાંગીર' બંગલો સંપૂર્ણ પડે તોડી પાડવામાં આવ્યો છે.

મુંબઈ: પરમાણુ સંશોધનના પિતામહ ડો. હોમી ભાભા જેમાં વર્ષો સુધી રહ્યા હતાં તે દક્ષિણ મુંબઈમાં આવેલો બંગલો તોડી પાડવામાં આવ્યો છે. એટલે કે હવે હોમી ભાભાની સાથે તેમનો બંગલારૂપી વારસો પણ ઇતિહાસ બની ચૂક્યો છે. દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારમાં આવેલો તેમનો 'મહેરાંગીર' બંગલો સંપૂર્ણ પડે તોડી પાડવામાં આવ્યો છે. ૨૦૧૪માં જૂન મહિનામાં આ બંગલાની નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા જાહેર લિલામની યોજવામાં આવી હતી જેમાં ગોદરેજ પરિવારે આ બંગલો અધધધ ૩૭૨ કરોડ રૂ.માં ખરીદ્યો હતો. જોકે બે વર્ષ પછી જ આ બંગલાને જમીનદોસ્ત કરી દેવાયો છે. અહીં એક ગગનચુંબી ઇમારત બનાવવામાં આવનાર હોઇ આ બંગલાને તોડવામાં આવ્યો છે. જોકે આ કાર્યવાહીથી વૈજ્ઞાનિક સમુદાય ખાસ્સો નારાજ થયો છે.

ડો. હોમી ભાભાનું ઘર ઇતિહાસ બની
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.