મૂળ દ્વારકાની દરિયામાં છ મિત્રો ડૂબી ગયાઃ ત્રણનાં મૃત્યુ

વેકેશનનો સમય હોવાથી કોડીનારના બુખારી મહોલ્લા અને જલારામ સોસાયટીના બુખારી પરિવારના ૬ બાળકો મૂળ દ્વારકા નજીક ઉડલિયા પીર પાસે દરિયાના પાણીમાં નાહવા પડયા હતાં. દરિયામાં કરંટ હોઈને ૬ કિશોરો મોજાં સાથે ખેંચાઇને ડૂબવા લાગ્યા હતા. જેમાંથી ત્રણનાં મૃત્યુ થયાં હતાં. 

કોડીનારઃ વેકેશનનો સમય હોવાથી કોડીનારના બુખારી મહોલ્લા અને જલારામ સોસાયટીના બુખારી પરિવારના ૬ બાળકો મૂળ દ્વારકા નજીક ઉડલિયા પીર પાસે દરિયાના પાણીમાં નાહવા પડયા હતાં. દરિયામાં કરંટ હોઈને ૬ કિશોરો મોજાં સાથે ખેંચાઇને ડૂબવા લાગ્યા હતા.

આ સમયે અબ્બાસ નકવી (ઉ. ૧૪) ઓછા પાણીમાં હોઇ બહાર નીકળી ગયો હતો. ત્યાં હાજર લોકો બાકીના પાંચને બચાવવા દોડયાં હતાં. જેમાં મહમદ રઝા નકવી (ઉ.૧૬) અને સૈફઅલી બાબાજાન નકવી (ઉ. ૧૫)ને બહાર કાઢી સારવારમાં ખસેડયા હતાં.

આબેદ રઝા નકવી (ઉ. ૧૫) ડૂબી ગયો હતો અને તેનું શબ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યું હતું જ્યારે સાહિલ અબ્બાસ નકવી (ઉ. ૧૫) તથા મહમદ પરવાન નકવી (ઉ. ૧૫)ના શબ છઠ્ઠી જૂને મળ્યાં હતાં.

મૂળ દ્વારકાની દરિયામાં છ મિત્રો ડૂબી ગયાઃ ત્રણનાં મૃત્યુ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.