સારસા મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી

તાલુકાના સારસા ગામે સત્ કૈવલ મંદિરના ગાદિપતિ અને અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજને જૈશ-એ-મહંમદ આતંકવાદીઓના નામે મારી નાખવા ઉપરાંત મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા બે પત્રો મળતા ભારે ચકચાર મચી છે.

આણંદઃ તાલુકાના સારસા ગામે સત્ કૈવલ મંદિરના ગાદિપતિ અને અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજને જૈશ-એ-મહંમદ આતંકવાદીઓના નામે મારી નાખવા ઉપરાંત મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા બે પત્રો મળતા ભારે ચકચાર મચી છે. આ અંગે મંદિરના ટ્રસ્ટીઓએ ખંભોળજ પોલીસ મથકમાં પહેલી જૂને ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓનો કાફલો સારસા ગામે દોડી ગયો હતો. ધમકીભર્યા પત્ર મળવાની ઘટનાએ એવા સમયે બની છે જ્યારે અવિચલદાસ મહારાજ નેપાળના પ્રવાસે છે. અવિચલદાસજી મહારાજના નામે ગત મોડી સાંજે પોસ્ટમાં મંદિરના સરનામા પર બે અંતરદેશીય પત્રો આવ્યા હતા. એક પત્ર પર સત્ કૈવલ મંદિર અને બીજા પત્ર પર સત્ કૈવલ મંદિર અવિચલદાસજી મહારાજ હિન્દીમાં લખાયેલું છે. બંને પત્રો હિન્દી ગુજરાતી અને ઊર્દૂ મિક્સ ભાષામાં લખાયેલા છે.

સારસા મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.