સાસણગીરમાં સિંહદર્શન ૧૬ જૂનથી પાંચ મહિના બંધ
સાસણગીરના રાજા આગામી ૧૬ જૂનથી રજા પર ઉતરવાના છે. આ સમય વરસાદનો છે અને સિંહોના મેટિંગ પિરિયડ હોવાથી વન્ય પ્રાણી વિભાગ દ્વારા પ્રવેશબંધીની સત્તાવાર જાહેરાત કરી છે.
અમદાવાદઃ સાસણગીરના રાજા આગામી ૧૬ જૂનથી રજા પર ઉતરવાના છે. આ સમય વરસાદનો છે અને સિંહોના મેટિંગ પિરિયડ હોવાથી વન્ય પ્રાણી વિભાગ દ્વારા પ્રવેશબંધીની સત્તાવાર જાહેરાત કરી છે.
સાસણગીરમાં સિંહદર્શન કરવાનો છેલ્લો દિવસ ૧૬ જૂન છે તે પછી સફારી નિહાળી શકાશે નહીં. પાંચ મહિના સુધી સાસણગીરમાં પ્રવાસીઓ પ્રવેશ કરી શકશે નહીં, કારણ કે ચોમાસાની ઋતુમાં જંગલના પ્રાણીઓ માટે મેટિંગનો સમય હોય છે. પ્રાણીઓને કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે દર વર્ષે પાંચ મહિના સાસણગીર અભ્યારણ્ય પર્યટકો માટે બંધ રાખવામાં આવે છે. બીજું કે કાચા રસ્તાઓ હોવાથી વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ગીરમાં જઈ શકાતું નથી.
