...અંતે શાહરુખે કચ્છમાંથી ઉચાળા ભર્યાં

...અંતે શાહરુખે કચ્છમાંથી ઉચાળ

ફિલ્મ ‘રઈસ’ના શૂટિંગ માટે દીકરા અબ્રાહમ સાથે છઠ્ઠી ફેબ્રુઆરીથી કચ્છ પહોંચેલા શાહરુખ ખાનનું શૂટિંગ પંદર દિવસ ચાલવાનું હતું, પણ શાહરુખ છ જ દિવસમાં કચ્છથી મુંબઈ પાછો ફર્યો છે. અસહિષ્ણુતાના મુદ્દે વકરેલા વિવાદના કારણે રોષે ભરાયેલા વિશ્વ હિન્દુ પરિષદે શાહરુખના વિરોધમાં કચ્છમાં વિરોધ શરૂ કર્યો હોવાથી કચ્છ અને ગઢશીશામાં ફિલ્મનું શૂટિંગ શક્ય નહોતું બનતું. 

ભુજઃ ફિલ્મ ‘રઈસ’ના શૂટિંગ માટે દીકરા અબ્રાહમ સાથે છઠ્ઠી ફેબ્રુઆરીથી કચ્છ પહોંચેલા શાહરુખ ખાનનું શૂટિંગ પંદર દિવસ ચાલવાનું હતું, પણ શાહરુખ છ જ દિવસમાં કચ્છથી મુંબઈ પાછો ફર્યો છે. અસહિષ્ણુતાના મુદ્દે વકરેલા વિવાદના કારણે રોષે ભરાયેલા વિશ્વ હિન્દુ પરિષદે શાહરુખના વિરોધમાં કચ્છમાં વિરોધ શરૂ કર્યો હોવાથી કચ્છ અને ગઢશીશામાં ફિલ્મનું શૂટિંગ શક્ય નહોતું બનતું. છ દિવસમાંથી શાહરુખ માત્ર બે જ દિવસ શૂટિંગ કરી શક્યો હતો, પછી તો તે માંડ એકાદ કલાક શૂટ કરતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આવીને શૂટિંગ અટકાવતા હતા. વગર કારણે શાહરુખને હોટેલમાં બેસી રહેવું પડતું અને સાથે આવેલા દીકરા અબરામ સાથે ગેમ રમવી પડતી. આ ઘટનાઓથી ત્રાસેલા શાહરુખે સાતમી ફેબ્રુઆરીએ સવારે પાછા મુંબઈ જવાનો નિર્ણય લીધો અને સાંજે તે દીકરા અબરામ સાથે મુંબઈ આવવા માટે ચાર્ટર્ડ પ્લેનમાં રવાના થઈ ગયો હતો.

...અંતે શાહરુખે કચ્છમાંથી ઉચાળ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.