લૂંટના પ્રયાસમાં અખ્તર જાવીદની હત્યા

લૂંટના પ્રયાસમાં અખ્તર જાવીદ
Akhtar Javeed

બર્મિંગહામઃ ન્યૂ સ્ટ્રીટ સ્ટેશન નજીક ડિગબેથ એરિયામાં કેટરિંગ વેરહાઉસમાં ત્રીજી ફેબ્રુઆરીએ લૂંટના પ્રયાસમાં ૫૬ વર્ષીય અખ્તર જાવીદની હત્યા કરનારા બે બુકાનીધારી લૂંટારાઓની વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ શોધ ચલાવી રહી છે. હોસ્પિટલમાં લઈ જવાયેલા અખ્તરનું માથાની ઈજાના કારણે તત્કાળ મોત નીપજ્યું હતું.

ફાસ્ટ ફૂડ, રીટેઈલ અને કેટરિંગ કંપનીના ડિરેક્ટર જાવીદના પરિવારમાં બીજી પત્ની આયેશા, બે નાના પુત્ર, પ્રથમ લગ્નથી પુત્રી સોફિયા, અને ત્રણ ગ્રાન્ડચિલ્ડ્રન છે. આ હુમલો તેમના બિઝનેસ સંબંધિત હોવાનું પોલીસ માને છે. જાવીદ પર હુમલો કરનારાઓ માલસામાન કે નાણા લીધા વિના જ અજાણ્યા વાહનમાં નાસી છૂટ્યા હતા. તેઓ બીજી પત્ની સાથે ઈસ્ટ હોમ, લંડનમાં રહેતા હતા, પરંતુ વીક-એન્ડ બર્મિંગહામમાં પુત્રી સાથે વીતાવતા હતા.

ઓક્ટોબર પછી ગન દ્વારા ત્રીજા હુમલાની પોલીસ તપાસ ચલાવી રહી છે. ગન વાયોલન્સમાં ઊછાળો ચિંતાજનક છે ત્યારે પોલીસે આ વર્ષમાં ગન સંબંધિત ગુના માટે ૪૧ની ધરપકડ સાથે ૧૯ શસ્ત્ર જપ્ત કર્યા છે.

લૂંટના પ્રયાસમાં અખ્તર જાવીદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.