જોહાનિસબર્ગમાં કરજણની યુવતીની ગોળી મારી હત્યા

જોહાનિસબર્ગમાં કરજણની યુવતીની ગોળી મારી હત્યા

મધ્ય ગુજરાતના કરજણ તાલુકાના સાંસરોદ ગામની વતની અને હાલ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં વસતી ૨૬ વર્ષની ફઝિલા મોગલનું અજાણ્યા હુમલાખોરે કરેલા ગોળીબારમાં મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાથી ભારતીય સમુદાયમાં શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 

વડોદરા, ભરૂચઃ મધ્ય ગુજરાતના કરજણ તાલુકાના સાંસરોદ ગામની વતની અને હાલ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં વસતી ૨૬ વર્ષની ફઝિલા મોગલનું અજાણ્યા હુમલાખોરે કરેલા ગોળીબારમાં મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાથી ભારતીય સમુદાયમાં શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પારિવારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મધરાતે તસ્કરો ફઝિલાના નિવાસસ્થાનની બાજુમાં જ રહેતા એક ઇજિપ્શિયન નાગરિકના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસ્યા હતા. આ સમયે અવાજ સાંભળીને ફઝિલા બાથરૂમ નજીક ગઇ હતી અને લાઇટ ચાલુ કરી હતી. આ જોઇને લૂંટ કરી રહેલા નીગ્રોને બહારથી રક્ષણ પૂરું પાડતો નીગ્રો સાથીદાર ગભરાઇ ગયો હતો અને તેણે સીધો જ ફઝિલા તરફ ગોળીબાર કર્યો હતો. છાતીના ભાગે ગંભીર ઇજા પામેલી ફઝિલાને તરત જ તેના પતિએ હોસ્પિટલે ખસેડી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
કરજણમાં રહેતા ફઝિલાના અંકલ અલ્તાફ જાલીના જણાવ્યા પ્રમાણે, ફઝિલાના શરીરમાં ઘુસેલી ગોળીના બે ટુકડા થઇ ગયા હતા. ડોક્ટરોના કહેવા પ્રમાણે તેના શરીરમાંથી ગોળીના બે ટુકડા કાઢવા માટે વારાફરતી બે સર્જરી હાથ ધરી હતી. પહેલી સર્જરી બાદ તે ભાનમાં હતી અને ડોક્ટર બીજી સર્જરીની તૈયારી કરતા હતા ત્યારે જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
ફઝિલાના લગ્ન ભરૂચ જિલ્લાના ઝંઘર ગામના વતની અને જોહાનિસબર્ગમાં વસવાટ કરતા ૩૦ વર્ષના મુબારક મોગલ સાથે થયા હતા. મુબારક ત્યાં ગ્રોસરી સ્ટોર ધરાવે છે જ્યારે કરજણ તાલુકાના સાંસરોદ ગામની વતની ફઝિલા ગૃહિણી હતી.
અલ્તાફ જાલીના જણાવ્યા પ્રમાણે તેમના મોટા ભાગના સગાંસ્વજનો સાઉથ આફ્રિકામાં વસતા હોવાથી ફઝિલાના અંતિમ સંસ્કાર ત્યાં જ કરવામાં આવશે.

જોહાનિસબર્ગમાં કરજણની યુવતીની ગોળી મારી હત્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.