પોલીસ અધિકારીને પણ વોર્નિંગ મેમો

ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબમાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સના બીજા દિવસે સાતમી મેએ મોડા આવવા બદલ રાજ્યના પોલીસ વડા પી. પી. પાંડેએ ૧૫ આઈપીએસ અધિકારીને વોર્નિંગ મેમો આપ્યો હતો. ૧૫ આઈપીએસ અધિકારીઓને ડીજીએ એક સાથે વોર્નિંગ મેમો આપ્યા હોવાથી આ ઐતિહાસિક ઘટના પોલીસ સર્કલમાં ચર્ચાનો વિષય બની હતી.

ગુજરાત કોંગ્રેસ રાષ્ટ્રપતિના દરબારમાં

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ સાતમી મેએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળ્યું હતું અને તેમને કે જી બેસીન કૌભાંડ મુદ્દે આવેદન પત્ર આપ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતાના આ પ્રતિનિધિ મંડળમાં શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ પણ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે કે જી બેસીનમાં ગેસ એક્સપ્લોરેશનમાં હજારો કરોડોનો નાણાંકીય ગોટાળો થયો હતો તેવો કોંગ્રેસનો આરોપ છે.

ગુજરાતમાં સરેરાશ કરતાં ૬ ટકા વધુ વરસાદની આગાહી

ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં ૬ ટકા વધુ વરસાદ થવાનો વર્તારો એક્સટેન્ડેડ લોંગ રેન્જ ફોરકાસ્ટ પ્રોજેક્ટ સિસ્ટમ હેઠળ કરાયો છે. જેમાં ભાદરવો વરસાદથી ભરપૂર રહેવાના એંધાણ છે. ૧૫મી જૂનની આસપાસ ચોમાસાના આગમનના સંકેત હોવાનું આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડો. વ્યાસપાંડેએ જણાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં સરેરાશ વાર્ષિક ૮૬૩ મિમી એટલે ૩૫ ઇંચ વરસાદ થાય છે. જેની સરખામણીમાં આગામી ચોમાસામાં ૯૧૫ મિમી વરસાદ થવાની શક્યતા છે.

પોલીસ અધિકારીને પણ વોર્નિંગ મેમો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.