બર્થ-ડે પાર્ટીમાં દારૂની મજા લેતા ૨૫ નબીરા પકડાયા

સેટેલાઇટમાં આઠમી મેએ ચાલી રહેલી બર્થે ડે પાર્ટીની દારૂની મહેફિલ પર સેટેલાઇટ પોલીસ ત્રાટકી હતી. જેમાં પાર્ટી કરતા ૨૫ યુવકો અને ૧૦ યુવતીઓ પકડાયાં હતાં. સ્કૂલ થીમની પાર્ટી આશાવરી ટાવરના બી બ્લોકમાં ચાલતી હતી. મહેફિલમાં મોટા ગજાના વેપારીઓના નબીરાઓ હતા. પાર્ટીમાં હાજર યુવતીઓને જવા દેવામાં આવી હતી. પાર્ટી સ્થળેથી પોલીસે હાઇપ્રોફાઇલ બ્રાન્ડનો દારૂ, મોબાઇલ સહિત ૧.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.  

અમદાવાદઃ સેટેલાઇટમાં આવેલા આશાવરી ટાવરના બી બ્લોકમાં ફ્લેટ નં ૪૦૪ ખાતે બર્થ ડે પાર્ટીની બાતમી સેટેલાઇટ પોલીસને મળી હતી. પોલીસે આઠમી મેએ ૧૨.૩૦ વાગ્યે રેડ કરી ત્યારે ફલેટનો દરવાજો ખુલ્લો હતો અને મ્યુઝિક વાગતું હતું. પોલીસ આવ્યાની જાણ થતાં નબીરાઓમાં દોડધામ મચી હતી અને તેઓ બાથરૂમ ગેલેરી સહિતની જગ્યાઓ પર સંતાઇ ગયા હતા. પોલીસે મહેફિલમાં દારુના નશામાં ધૂત ૨૫ યુવકો અને ૧૦ યુવતીઓને પકડ્યાં હતાં. પોલીસે પહેલાં પોલીસે ૧૦ યુવતીઓને જવા દીધી હતી અને મોડી રાત્રે ૨૫ નબીરાઓને જામીન મળ્યાં પછી તેમને છોડવામાં આવ્યા હતા.

પોલીસે શું પકડયું

૨૦ હોગાર્ડ વિટ બિયર, ૮ બડવાઇઝર બિયર, ૨૪ ખાલી બડવાઇઝરની બોટલ, ૩ ખાલી શિવાઝ રીગલની બોટલો, ૧ ખાલી સ્કાય વોડકા, ૧ ખાલી કમીનો વોડકા, ૭ બડવાઇઝર બિયરના ખાલી ટીન, ૧૨ મોબાઇલ.

બર્થ-ડે પાર્ટીમાં દારૂની મજા લ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.