બ્રિટિશ ગ્રેજ્યુએટ્સના શિરે દેવાંનો ડુંગર

બ્રિટિશ ગ્રેજ્યુએટ્સના શિરે

લંડનઃ ઈંગ્લિશ યુનિવર્સિટીઝનાના ગ્રેજ્યુએટ્સ યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ સહિત અંગ્રેજીભાષી દેશોની સરખામણીએ અભ્યાસ પછી દેવાંના ડુંગર હેઠળ દબાયેલાં હોવાનું સટન ટ્રસ્ટના અભ્યાસે જણાવ્યું છે. સૌથી ગરીબ બ્રિટિશ વિદ્યાર્થીઓ તેમની ડિગ્રી પૂર્ણ કર્યા પછી ૫૦,૦૦૦ પાઉન્ડ સુધીના દેવાંમાં ડૂબેલા હોય છે. જોકે, અભ્યાસ પછીની કમાણી સાથે પરત ચુકવણી સંકળાયેલી છે તેવી સરકારી લોન્સ મેળવતાં વિદ્યાર્થીઓને લાભ અવશ્ય મળે છે.

જાહેર/ખાનગી નોન-પ્રોફિટ યુનિવર્સિટીઓમાં અભ્યાસરત યુએસ ગ્રેજ્યુએટ્સ સામે આશરે ૨૦,૫૦૦ પાઉન્ડનું દેવું હોય છે, જ્યારે ખાનગી ફોર-પ્રોફિટ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીના માથે ૨૯,૦૦૦ પાઉન્ડનું દેવું હોય છે. આની સરખામણીએ ત્રણ વર્ષના કોર્સમાં વાર્ષિક ૯,૦૦૦ પાઉન્ડની ટ્યુશન ફી અને ઓછામાં ઓછાં ૫,૩૩૦ પાઉન્ડના નિર્વાહખર્ચ માટે લોન મેળવનારા વિદ્યાર્થીઓ સરેરાશ ૪૪,૦૦૦ પાઉન્ડના દેવાં હેઠળ રહે છે. અંશતઃ ઉદાર સ્કોલરશિપ્સના કારણે આઈવી લીગ સહિત યુએસ ખાનગી નોન-પ્રોફિટ યુનિવર્સિટીઓમાં ચાર વર્ષનો કોર્સ હોવાં છતાં અભ્યાસના અંતે તેમનું દેવું ૨૩,૦૦૦ પાઉન્ડનું જ હોય છે.

સટન ટ્રસ્ટની ચિંતા એ છે કે આ સપ્ટેમ્બરમાં સરકારી ભંડોળની ૧.૬ બિલિયન પાઉન્ડની મેન્ટેનન્સ ગ્રાન્ટ રદ થવાથી ગરીબ વિદ્યાર્થીઓના માથે દેવાંનો ડુંગર ૫૦,૦૦૦ પાઉન્ડથી પણ વધી જશે. સરકારે ૨૧,૦૦૦ પાઉન્ડની આવક સાથે લોન પરત ચુકવણી શરુ કરવાની મર્યાદા હતી તેને પણ સ્થગિત કરી દેતા વિદ્યાર્થીઓને માસિક હપ્તામાં વધુ રકમ ચુકવવાની થશે.

યુએસમાં વતન રાજ્યની જાહેર યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે આશરે ૬,૬૦૦ પાઉન્ડ ફીની સરખામણીએ ઈંગ્લેન્ડમાં મહત્તમ ૯,૦૦૦ પાઉન્ડ ફી છે. જોકે, વેલ્સ અને સ્કોટલેન્ડ યુનિવર્સિટીઓમાં ફી અને ગ્રાન્ટનું ધોરણ અલગ છે.

સટન ટ્રસ્ટ એન્ડ એજ્યુકેશન એન્ડાઉમેન્ટ ફાઉન્ડેશનના ચેરમેન સર પીટર લેમ્પલે જણાવ્યું હતું કે,‘યુનિવર્સિટી જવાનો ખર્ચ એટલો બધો વધી ગયો છે કે હવે વધુ યુવાનોએ ડીગ્રી લેવલના બદલે ઉચ્ચ કક્ષાની એપ્રેન્ટિસશિપ અંગે ગંભીરપણે વિચારવું જોઈએ. આ રીતે તેઓ અભ્યાસની સાથે જ કમાઈ શકશે, ઓછું દેવું રહેશે અને કૌશલ્ય વિકસાવી શકશે.’

બ્રિટિશ ગ્રેજ્યુએટ્સના શિરે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.