ગુજરાતના મુખ્ય પ્રધાનના કાર્યાલયને ISO સર્ટીફિકેશન
મુખ્ય પ્રધાન કાર્યાલયને નવમી મેએ આઇએસઓ ૯૦૦૧ ૨૦૧૫ સર્ટીફિકેશન મળ્યું છે. આ સર્ટીફિકેશન મળ્યા પછી મુખ્ય પ્રધાનના સચિવ અજય ભાદુએ મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન કાર્યાલય પ્રજા પ્રત્યે પોતાની ફરજો નિભાવતાં જનહિત માટે સુનિશ્ચિત માપદંડ અને કાર્યસિદ્ધિ ક્ષમતા માટે પ્રતિબદ્ધ રહેશે.
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન કાર્યાલયને નવમી મેએ આઇએસઓ ૯૦૦૧ ૨૦૧૫ સર્ટીફિકેશન મળ્યું છે. આ સર્ટીફિકેશન મળ્યા પછી મુખ્ય પ્રધાનના સચિવ અજય ભાદુએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્ય પ્રધાન કાર્યાલયે અનોખી પ્રતિષ્ઠા હાંસલ કરી છે. મુખ્ય પ્રધાન કાર્યાલય પ્રજા પ્રત્યે પોતાની ફરજો નિભાવતાં જનહિત માટે સુનિશ્ચિત માપદંડ અને કાર્યસિદ્ધિ ક્ષમતા માટે પ્રતિબદ્ધ રહેશે. તેમણે કહ્યું હતું કે, મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં આઇએસઓ સર્ટિફિકેટ મેળવવાની પહેલ થઈ છે.
