પેલેની યાદગાર ચીજોના પાંચ મિલિયન ડોલર ઉપજ્યા

પેલેની યાદગાર ચીજોના પાંચ મિલ

મહાન ફૂટબોલ ખેલાડી પેલેની જુદી જુદી યાદગાર ચીજવસ્તુઓની ત્રણ દિવસની હરાજીને અંતે ૧૦ જૂને પાંચ મિલિયન ડોલરની માતબર રકમ એકત્રિત કરી શકાઈ હતી. લોસ એન્જલસસ્થિત ઓક્શન હાઉસ જુલિયનના બેનર હેઠળ લંડનમાં આ ઓકશનનું આયોજન થયું હતું. બ્રાઝિલના ૭૫ વર્ષીય પેલે છેલ્લે ૧૯૭૦માં વર્લ્ડ કપમાં રમ્યા હતા, જેમાં તેમણે જીતેલા મેડલના ૩.૪૬ લાખ ડોલર ઉપજ્યા હતા. ૧૯૫૮ અને ૧૯૬૨માં પેલે જે મેડલ જીત્યા હતા તેની સરખામણીએ આ રકમ ઘણી મોટી હતી કેમ કે એ બંને મેડલના મળીને ૩.૪૦ લાખ ડોલરની આવક થઈ હતી.

લંડનઃ મહાન ફૂટબોલ ખેલાડી પેલેની જુદી જુદી યાદગાર ચીજવસ્તુઓની ત્રણ દિવસની હરાજીને અંતે ૧૦ જૂને પાંચ મિલિયન ડોલરની માતબર રકમ એકત્રિત કરી શકાઈ હતી. લોસ એન્જલસસ્થિત ઓક્શન હાઉસ જુલિયનના બેનર હેઠળ લંડનમાં આ ઓકશનનું આયોજન થયું હતું. બ્રાઝિલના ૭૫ વર્ષીય પેલે છેલ્લે ૧૯૭૦માં વર્લ્ડ કપમાં રમ્યા હતા, જેમાં તેમણે જીતેલા મેડલના ૩.૪૬ લાખ ડોલર ઉપજ્યા હતા. ૧૯૫૮ અને ૧૯૬૨માં પેલે જે મેડલ જીત્યા હતા તેની સરખામણીએ આ રકમ ઘણી મોટી હતી કેમ કે એ બંને મેડલના મળીને ૩.૪૦ લાખ ડોલરની આવક થઈ હતી.
ઓક્શન હાઉસના વડા ડેરેન જુલિયને જણાવ્યું હતું કે આ વખતે હરાજીમાં મુકાયેલી તમામ ચીજો વેચાઈ ગઈ હતી. આ હરાજીમાં કુલ ૩૦ લાખ ડોલરની રકમ એકત્રિત થવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. પેલે તેમની ૧૦૦૦મી મેચ રમ્યા તેના ક્રાઉનના ૧.૬૨ લાખ ડોલર મળ્યા હતા. પેલેના ફૂટબોલ શૂઝના ૮૦૦૦ ડોલર ઉપજ્યા હતા, જેના ઉપર ફિલ્મ એસ્કેપ ટુ વિક્ટરી લખ્યું હતું. આ હરાજીની આવકનો એક હિસ્સો બ્રાઝિલની સૌથી મોટી બાળકોની હોસ્પિટલમાં દાન કરી દેવાશે.

પેલેની યાદગાર ચીજોના પાંચ મિલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.