મેડિકલ વર્કર્સ દ્વારા વેતનવૃદ્ધિ માટે સ્ટાફની અછતનો ઉપયોગ

મેડિકલ વર્કર્સ દ્વારા વેતનવૃ
NHS Locum Workers-2

લંડનઃ ડોક્ટરો અને નર્સીસ સ્ટાફની અછતની કટોકટીનો ઉપયોગ વેતનવધારાના દબાણ તરીકે કરી રહ્યાં છે. અન્યત્ર વધારે વેતન મળવાથી હોસ્પિટલ છોડી ચાલ્યા જતા હંગામી વર્કર્સના લીધે આરોગ્યક્ષેત્રે નવું સંકટ સર્જાયું છે. ટેક્સને ટાળવા માટે પણ કાયમી નોકરીઓ છોડી ફૂલ ટાઈમ એજન્સી સ્ટાફ તરીકે વધુ કમાણી કરવા તેઓ આમ કરી રહ્યાં છે. એજન્સીઓ દ્વારા સ્ટાફ પૂરો પાડવા NHS પાસેથી ૧૦ ટકા કમિશન પણ ખંખેરવામાં આવે છે અને સ્ટાફની ભારે અછતને પૂરવા જંગી પગારથી નવા મેડિકલ વર્કર્સ એજન્સીઓ પાસેથી લેવાની ફરજ પડે છે.

હેલ્થ સર્વિસના રેગ્યુલેટર જિમ મેકીએ છેલ્લી ઘડીએ હોસ્પિટલોને છોડી જતા હંગામી ડોક્ટર્સ અને નર્સીસની વર્તણૂકને તદ્દન ખરાબ અને બિનવ્યાવસાયિક ગણાવી તેઓ કટોકટીનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. હેલ્થ યુનિયનોએ રેગ્યુલેટરની ટીપ્પણીઓનો ભારે વિરોધ પણ કર્યો હતો.

હંગામી મેડિકલ વર્કર્સ વિશે કેટલાક રસપ્રદ આંકડા આ મુજબ છેઃ

• ૨૦૧૪-૧૫માં એજન્સી સ્ટાફ પાછળ ૩.૩ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરાયો હતો. • ૨૦૧૫-૧૬માં આ ખર્ચ ૪ બિલિયન પાઉન્ડ થવાનો અંદાજ છે. • ગયા વર્ષે હંગામી વર્કર દ્વારા સૌથી વધુ કમાણી ૪૪૧,૬૭૨ પાઉન્ડની હતી. • હંગામી કન્સલ્ટન્ટનું પ્રતિ કલાક સરેરાશ વેતન ૯૩ પાઉન્ડ હતું. • ૩૦ કલાકની હંગામી શિફ્ટ માટે ૩,૭૧૭ પાઉન્ડની સૌથી વધુ દરે ચુકવણી થઈ હતી. • એજન્સીઓ દ્વારા સરેરાશ ૧૦ ટકા કમિશન ચાર્જ કરાય છે.ટી, એનર્જી સપ્લાયર ઈઓન અને એજીસ દ્વારા તેમના સોદાઓનો બચાવ કરવામાં આવ્યો છે.

મેડિકલ વર્કર્સ દ્વારા વેતનવૃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.