વિશ્વનું સૌથી લાંબુ એરક્રાફ્ટ ટેકઓફ માટે તૈયાર

વિશ્વનું સૌથી લાંબુ એરક્રાફ્

વિશ્વનું લાંબુ એરક્રાફ્ટ એરલેન્ડર ૧૦નું વર્ષ ૨૦૧૨માં સૌપ્રથમ વાર પરીક્ષણ કરાયું હતું અને એ પછી આ પ્રોજેક્ટને પડતો મૂકી દેવામાં આવ્યો હતો. અમેરિકી સેનાએ વર્ષ ૨૦૧૨માં તેને પોતાના ઉપયોગ માટે બનાવ્યું હતું, પણ બાદમાં આ પ્રોજેક્ટ પડતો મુકાતા હવે એક બ્રિટિશ કંપનીએ એરોપ્લેન કે એરશિપને બદલે આ પ્રોજેક્ટને એરક્રાફ્ટ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં આ એરક્રાફ્ટે બેન્ડફોર્ડશાયરમાં પ્રથમ વખત હેંગરની અંદર ઉડાન ભરી હતી. એ પછીથી એન્જિનિયર્સે વ્યાવસાયિક રીતે ઉડાવવા માટે અંતિમ ઓપ આપવાનું શરૂ કર્યું હતું. આ વિશાળ એરક્રાફ્ટની લંબાઇ ૩૦૦ ફૂટ એટલે કે ૯૩ મીટર છે અને માર્ચ મહિનાથી તે સંપૂર્ણ વ્યાવસાયિક રીતે ઊડાવવામાં આવશે.

ન્યૂ યોર્કઃ વિશ્વનું લાંબુ એરક્રાફ્ટ એરલેન્ડર ૧૦નું વર્ષ ૨૦૧૨માં સૌપ્રથમ વાર પરીક્ષણ કરાયું હતું અને એ પછી આ પ્રોજેક્ટને પડતો મૂકી દેવામાં આવ્યો હતો. અમેરિકી સેનાએ વર્ષ ૨૦૧૨માં તેને પોતાના ઉપયોગ માટે બનાવ્યું હતું, પણ બાદમાં આ પ્રોજેક્ટ પડતો મુકાતા હવે એક બ્રિટિશ કંપનીએ એરોપ્લેન કે એરશિપને બદલે આ પ્રોજેક્ટને એરક્રાફ્ટ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં આ એરક્રાફ્ટે બેન્ડફોર્ડશાયરમાં પ્રથમ વખત હેંગરની અંદર ઉડાન ભરી હતી. એ પછીથી એન્જિનિયર્સે વ્યાવસાયિક રીતે ઉડાવવા માટે અંતિમ ઓપ આપવાનું શરૂ કર્યું હતું. આ વિશાળ એરક્રાફ્ટની લંબાઇ ૩૦૦ ફૂટ એટલે કે ૯૩ મીટર છે અને માર્ચ મહિનાથી તે સંપૂર્ણ વ્યાવસાયિક રીતે ઊડાવવામાં આવશે.

એરલેન્ડર નામના વિમાનને અમેરિકન સેનાએ વિકસાવ્યું હતું, પણ સેનાના અધિકારીઓને આ વિમાન પર ઝાઝો ભરોસો પડ્યો નહોતો. બ્રિટિશ કંપનીએ ઉદ્યોગોમાં મદદરૂપ થઈ શકે તે હેતુથી આ પ્રોજેકટને વિકસાવવાનો નિર્ણય કર્યો છે. ૮૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ બનાવેલા ફુગ્ગા જેવા દેખાતા આ એરક્રાફ્ટના ટેસ્ટિંગ માટે વૈજ્ઞાનિકોએ અનેક ફેરફારો સાથે આધુનિક એન્જિન ફિટ કર્યું છે અને એરક્રાફ્ટમાં ૧.૩ મિલિયન ક્યુબિક ફિટ હિલિયમ ભરવામાં આવ્યું છે. હાલમાં તો આ એરક્રાફ્ટને ૭૦ માઇલની ત્રિજ્યામાં જ ઉડાનની પરવાનગી મળી છે. ગયા વર્ષે જ્યારે તેનું ટેસ્ટિંગ કરાયું હતું ત્યારે એરક્રાફ્ટને રોકવા માટે ચાર વિશાળ ટ્રકોમાં બે ટન સિમેન્ટના બ્લોક ભરીને કામે લગાડાયા હતા. આ વખતે તેને રોકવા માટે પણ નવી પદ્ધતિ વિચારાઈ રહી છે. એરલેન્ડર વિશ્વના સૌથી મોટા વિમાન એરબસ ૩૮૦થી પણ મોટું છે અને વર્ષ ૧૯૩૦માં જર્મનીએ બનાવેલા ઝેપલીન આર-૧૦૧ એરશિપથી નાનું છે.

વિશ્વનું સૌથી લાંબુ એરક્રાફ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.