શ્રીલંકાન નૌકાદળ દ્વારા ૧૨ ભારતીય માછીમારોની ધરપકડ
શ્રીલંકાના નૌકાદળના જવાનોએ ૧૨ ભારતીય માછીમારોની ૧૧મી જાન્યુઆરીએ ધરપકડ કરી છે અને તેમની નૌકાઓ અને માછલી પકડવાનાં સાધનો પણ જપ્ત કરી લેવાયાં છે. તમામ માછીમારો તામિલનાડુના રામેશ્વરમના છે.
શ્રીલંકાના નૌકાદળના જવાનોએ ૧૨ ભારતીય માછીમારોની ૧૧મી જાન્યુઆરીએ ધરપકડ કરી છે અને તેમની નૌકાઓ અને માછલી પકડવાનાં સાધનો પણ જપ્ત કરી લેવાયાં છે. તમામ માછીમારો તામિલનાડુના રામેશ્વરમના છે. ચેન્નાઈમાં તામિલનાડુ મત્સ્ય વિભાગના અધિકારીઓએ આ મુદ્દે જણાવ્યું છે કે, લગભગ બે હજાર માછીમારો બુધવારે સવારે માછલી પકડવા નીકળ્યા હતા. તેમાંથી ૧૨ ભટકીને કોચ્ચાલિબુ તરફ નીકળી ગયા હતા. તેમને શ્રીલંકા નૌકાદળે ઝડપી લીધા હતા.
