મસાલા કેપ્સિકમ

મસાલા કેપ્સિકમ...

સામગ્રીઃ સમારેલું કેપ્સિકમ ૧ કપ • તેલ - જરૂર પૂરતું • રાઇ - પા ચમચી • જીરું - પા ચમચી • હિંગ - ચપટી • હળદર - પા ચમચી • મરચું - અડધી ચમચી • ધાણા પાઉડર - અડધી ચમચી • જીરા પાઉડર - અડધી ચમચી • તલનો ભૂકો - ૧ ચમચો • સીંગદાણા - ૧ ચમચો • કોપરાનું છીણ - ૧ ચમચો • આમલીની પેસ્ટ - ૧ ચમચો • મીઠું સ્વાદ મુજબ • પાણી જરૂર પૂરતું

રીતઃ એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં સમારેલા કેપ્સિકમ નાખીને એકાદ-બે મિનિટ સાંતળો. તે સહેજ નરમ પડે એટલે તેલ નીતારીને કાઢી લો. વધેલા તેલમાં અડધો ચમચો તેલ ઉમેરી રાઈ અને જીરાંનો વઘાર કરો. તે પછી તેમાં હિંગ, હળદર, મરચું, ધાણા પાઉડર અને જીરાનો પાઉડર નાખીને સાંતળો. અડધી મિનિટ પછી તેમાં તલનો ભૂકો, સીંગદાણા અને કોપરાનું છીણ ભેળવો. થોડી વાર હલાવ્યા પછી તેમાં આમલીની પેસ્ટ ઉમેરો અને મીઠું નાખી સાંતળેલા કેપ્સિકમ નાખી ખૂબ હલાવો જેથી બધો મસાલો એકરસ થઈ જાય. ત્યાર બાદ પોણો કપ પાણી રેડી ઢાંકીને પાંચ-છ મિનિટ ખદખદવા દો. જ્યારે કેપ્સિકમ એકદમ નરમ અને ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યારે તેના પર સમારેલી કોથમીર ભભરાવો અને રોટલી કે પરોઠા સાથે સર્વ કરો.

મસાલા કેપ્સિકમ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.