'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આનંદ મેળા સાથે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું આયોજન

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજાનો સરવાળો એવા છઠ્ઠા આનંદ મેળાનું શાનદાર આયોજન આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. આ વખતે આપણા સૌના આરોગ્ય અને તંદુરસ્તી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજાનો સરવાળો એવા છઠ્ઠા આનંદ મેળાનું શાનદાર આયોજન આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. આ વખતે આપણા સૌના આરોગ્ય અને તંદુરસ્તી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના વિવિધ રાજ્યોમાં આવેલી વિશ્વ સ્તરની ખાનગી હોસ્પિટલોના નિષ્ણાંત તબીબો દ્વારા આપની બીમારી અંગે મફત કન્સલ્ટેશન અને માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો', ખાણી પીણી, ગીત સંગીત, નૃત્ય અને મનોરંજન તેમજ શોપીંગનો લાભ મળશે.

તન-મનની તંદુરસ્તી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'

'પહેલું સુખ તે જાતે નર્યા' ઉક્તિ મુજબ આપ સૌના તન-મનની તંદુરસ્તીની જાળવણી માટે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આ વર્ષે ખાસ આરોગ્ય મેળા - 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ભારતની ટોચની ખાનગી હોસ્પિટલોના નિષ્ણાંત ડોક્ટર્સ અને તજજ્ઞો આવશે અને શારીરિક તકલીફ, બીમારી વગેરે અંગે મફત કન્સલ્ટેશન આપશે.

યુકેમાં એનએચએસ દ્વારા સૌને મફત સારવાર આપવામાં આવે છે. પરંતુ ઘણી વખત આપણે વિવિધ પ્રકારના ટેસ્ટ, એપોઇન્ટમેન્ટ અને અોપરેશન વગેરે માટે લાંબો સમય રાહ જોવી પડે છે. જેને લીધે આપણે દુ:ખ અને પીડા તો સહન કરવા જ પડે છે સાથે સાથે ઘણી વખત આપણી બીમારી કે માંદગી વધી પણ જતી હોય છે.

ભારતમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં વિશ્વસ્તરની આધુનિક સુખ-સગવડો અને અદ્યતન મશીનરી સાથેની હોસ્પિટલોમાં ત્વરીત અને સુયોગ્ય સારવાર કિફાયતી ભાવે મળી રહે છે. ભારતમાં મેડિકલ ટુરીઝમનો પણ વિકાસ થયો છે. ભારતમાં સારવાર કરાવવાનો ખર્ચ અોછો તો આવે જ છે સાથે વિશ્વસ્તરની સારવાર મળી રહે છે.

'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'માં ભાગ લેવા માટે અમદાવાદની સુવિખ્યાત શેલ્બી હોસ્પિટલ, કોલકતાની એપોલો ગ્લેનેગલ્સ હોસ્પિટલ, કોલકતાની મેડિકા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, નવી દિલ્હીની મેક્ષ હોસ્પિટલ, નવી દિલ્હીની સીડ્સ અોફ ઇનોસન્સ IVF સેન્ટર, નવી દિલ્હીની એડવાન્સ સ્ટેમ સેલ થેરાપી સેન્ટર, કેરાલાની કૈરાલી આયુર્વેદા, ચાર્ટવેલ પ્રાઇવેટ હોસ્પિટલ સહિત ૧૫ જેટલી હોસ્પિટલ તેમજ આરોગ્ય સેવા આપતા સેન્ટરના તબીબો અને તજજ્ઞો ઉપસ્થિત રહેનાર છે.

એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૬

ભારતમાં ઘરનું ઘર વસાવવા તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા સૌ કોઇ માટે લંડનના હેરો લેઝર સેન્ટરના મેસફીલ્ડ સ્યુટમાં તા. ૧૧-૧૨ જૂન શનિવાર અને રવિવારના રોજ 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોપર્ટી મેળામાં સૌ કોઇને મફત પ્રવેશ મળશે. 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં ઇન્ડિયા બુલ્સ, નિર્મલ લાઇફ સ્ટાઇલ, અજમેરા ગૃપ, ગ્રીન શેપ્સ અને ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના વિખ્યાત અને પ્રતિષ્ઠીત ડેવલપર અને કંપનીઅો તરફથી વિવિધ પ્રોપર્ટીઅો રજૂ કરવામાં આવશે. અહિં ૧૫ જેટલા સ્ટોલ્સ પરથી રહેવા માટેની તેમજ રોકાણ માટેની પ્રોપર્ટીઝ અંગે એસેટ ઇન્ડિયાના ભારતના પ્રોપર્ટી સ્પેશ્યાલીસ્ટની સેવા અને સલાહનો લાભ મળશે.

મનભાવન ભોજન અને મનોરંજન

ચટપટા નાસ્તા, પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી વગેરે વ્યંજનોની મોજ માણવા અને ઘર સજાવટની વસ્તુઅો, સાડી-જ્વેલરી, શણગારનું શોપીંગ કરી શકશો. ઘરઘરમાં લોકપ્રિય 'આનંદ મેળા'માં બ્યુટી, ભારતથી આવેલા ડેસ્ટીનેસન વેડીંગ પ્લાનર, ટ્રાવેલ અને ટૂરીઝમ, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો અને પ્રોડક્ટ વિષે જાણકારી મેળવી શ્રેષ્ઠ સેવાઅો લઇ શકાશે. 'આનંદ મેળા'માં બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, ઢોલ પ્લેયર્સ, નૃત્યો, ફેશન શો, સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકોના વિશેષ કાર્યક્રમો વિશેષ આકર્ષણ ઉભુ કરે છે.

આ વર્ષે યોજાનાર 'આનંદ મેળા'ની સહયોગી સખાવતી સંસ્થા બાળકોનો શૈક્ષણિક, સાંસ્કૃતિક, શારીરિક અને માનસિક વિકાસ કરતી આપણી પોતીકી સંસ્થા 'શીશુકુંજ' છે. 'આનંદ મેળા'માં પ્રવેશ માટે આપના દ્વારા ખરીદવામાં આવેલી વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ 'શીશુકુંજ'ને આપવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે.

લાજવાબ આનંદ મેળો

જો આપ ઘરે બેઠાં કે નાનકડી દુકાન દ્વારા વિવિધ ચીજ વસ્તુઅો કપડા વગેરેનો વેપાર કરતા હો તો આપના વેપારની જાહેરાત કરવાની આ શ્રેષ્ઠ તક છે. હવે થોડાક જ સ્ટોલ બાકી રહ્યા હોવાથી આજે જ સ્ટોલ માટે ફોન કરો અને આપનો સ્ટોલ બુક કરાવો.

સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4085.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.