વિન્ડિઝના જાણીતા કોમેન્ટેટર ટોની કોઝિયરનું નિધન

વિન્ડિઝના જાણીતા કોમેન્ટેટર

વેસ્ટ ઈન્ડિઝના જાણીતા ક્રિકેટ રાઈટર, કોમેન્ટ્રેટર અને પત્રકાર ટોની કોઝિયરનું ૭૫ વર્ષની વયે બાર્બાડોસમાં નિધન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિન્ડિઝનો અવાજ બની રહેલા કોઝિયર તેમની આગવી શૈલી અને ક્રિકેટના ગહન જ્ઞાનને કારણે વિશ્વભરમાં આદરપાત્ર સ્થાન ધરાવતા હતા.

બાર્બાડોસઃ વેસ્ટ ઈન્ડિઝના જાણીતા ક્રિકેટ રાઈટર, કોમેન્ટ્રેટર અને પત્રકાર ટોની કોઝિયરનું ૭૫ વર્ષની વયે બાર્બાડોસમાં નિધન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિન્ડિઝનો અવાજ બની રહેલા કોઝિયર તેમની આગવી શૈલી અને ક્રિકેટના ગહન જ્ઞાનને કારણે વિશ્વભરમાં આદરપાત્ર સ્થાન ધરાવતા હતા.
ટોની કોઝિયરને ગળા અને પગમાં ઇન્ફેક્શન થતાં ત્રીજી મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જે બીમારીમાંથી તેઓ ફરી ઉભા થઈ શક્યા નહીં. ૧૦ જુલાઈ, ૧૯૪૦ના રોજ જન્મેલા ટોની કોઝિયરના પિતા જિમ્મી કોઝિયર પત્રકાર હતા. પિતાના પગલે ટોની કોઝિયરે પણ ટીનએજમાં જ ક્રિકેટ લેખન શરૂ કરી દીધું હતું. ટોનીએ ૧૯૬૫માં યોજાયેલા ઓસ્ટ્રેલિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી ક્રિકેટ કોમેન્ટેટર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે કોમેન્ટ્રેટર તરીકે પાંચ દાયકાથી વધુ સમય સુધી જવાબદારી સંભાળી હતી.

વિન્ડિઝના જાણીતા કોમેન્ટેટર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.