જીવનની બીજી ઇનિંગઃ રવીન્દ્ર જાડેજાએ રિવાબા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં

જીવનની બીજી ઇનિંગઃ રવીન્દ્ર જાડેજાએ રિવાબા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રવિવારે રિવાબા સાથે પ્રભુતામાં પગલાં પાડીને જીવનની બીજી ઇનિંગનો પ્રારંભ કર્યો છે. શહેરની ભાગોળે આવેલી વિખ્યાત સિઝન્સ હોટેલમાં યોજાયેલા ભપકાદાર લગ્નસમારંભમાં સગાંસ્વજનો ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નવદંપતીને શુભકામનાઓ આપી હતી.

રાજકોટઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રવિવારે રિવાબા સાથે પ્રભુતામાં પગલાં પાડીને જીવનની બીજી ઇનિંગનો પ્રારંભ કર્યો છે. શહેરની ભાગોળે આવેલી વિખ્યાત સિઝન્સ હોટેલમાં યોજાયેલા ભપકાદાર લગ્નસમારંભમાં સગાંસ્વજનો ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નવદંપતીને શુભકામનાઓ આપી હતી.
ટીમ ઈન્ડિયા અને ગુજરાત લાયન્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના લગ્ન રાજકોટની જ મિકેનિકલ યુવતી રીવાબા સોલંકી સાથે રજવાડી ઠાઠમાઠ સાથે લગ્ન યોજાયા હતા. બે માસ પૂર્વે જ રવીન્દ્ર અને રિવાબા પરિણયની ગાંઠે બંધાયા હતા. હાલમાં આઇપીએલની સિઝન-નાઇન ચાલી રહી છે અને જાડેજા ગુજરાત લાયન્સ ટીમમાંથી રમી રહ્યો છે.
કોઈ રાજકુમારની માફક રવિન્દ્ર જાડેજા ઘોડી પર સવાર થઈને ફૂલેકામાં જોવા મળ્યો હતો. આગલા દિવસે શનિવારે સવારે જાડેજા પરિવારે લગ્નની વિધિઓ કરી હતી. સવારે વેલનું પ્રસ્થાન થયું હતું, જે કન્યા પક્ષને ત્યાં પહોંચ્યું હતું. આ ઉપરાંત રવીન્દ્રને પીઠી ચોળવામાં આવી હતી અને પાટે બેસાડવાની રસમ પણ નિભાવાઈ હતી. સાંજે હોટેલ સિઝન્સમાં સંગીતસંધ્યા યોજાઈ હતી.
ઘોડી પર સવાર રવીન્દ્ર
રવીન્દ્ર જાડેજાને હોર્સ રાઈડિંગનો ભારે શોખ છે તે તો જગજાહેર છે અને ફાર્મ પર ઘણા ઘોડા પણ ધરાવે છે. લગ્નમાં બધા વરરાજા ઘોડીએ ચઢતા હોય તો જાડેજા શું કામ બાકાત રહે? પણ જાડેજાના તમામ ઘોડા રેસ માટેના હોવાથી લગ્ન માટે જામનગરના રોજીયા ગામથી ખાસ ઘોડી મંગાવાઈ હતી. જાડેજાના લગ્નના ફેરા પહેલા સવારે હોટેલ સંકુલની અંદર જ ફુલેકુ ફર્યું હતું.
ફાયરિંગથી વિવાદ
ફૂલેકા દરમિયાન કોઇ સ્વજને ઉત્સાહમાં આવી જઇને હવામાં ફાયરીંગ કરતા ભારે ચર્ચા જાગી છે. આ મામલો પોલીસ સુધી પહોંચતા તપાસનો આદેશ આપ્યો છે. તપાસ બાદ જો આ કૃત્ય ગેરકાયદે જણાશે તો પગલા લેવાશે તેમ મનાય છે. ક્રિકેટર રવિન્દ્રનું આજે બપોરે જે હોટલમાં તેનાં લગ્ન યોજાયા હતા, ત્યાંથી બેન્ડ-વાજા સાથે ધામધૂમપૂર્વક ફૂલેકું કાઢવામાં આવ્યું હતું તે વખતે હોટલનાં ગેઈટ પાસે જ આ ઘટના બની હતી.

જીવનની બીજી ઇનિંગઃ રવીન્દ્ર જાડેજાએ રિવાબા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.