પતિને સળગાવનાર શ્રેયા પટેલને જેલ

પતિને સળગાવનાર શ્રેયા પટેલને જેલ

અમેરિકાની ટેક્સાસ કોર્ટે ૨૭ વર્ષની ગુજરાતી પરિણીતા શ્રેયા પટેલને પતિને જીવતો સળગાવી નાખવાના કેસમાં દોષિત ઠરાવીને ૨૦ વર્ષ કેદની સજા ફરમાવી છે. લંડન અને દુબઈમાં રહી ચૂકેલી શ્રેયાને દારૂ, લેટનાઇટ પાર્ટી સહિતના હાઇ પ્રોફાઇલ જીવનની આદત હતી. પોતાની આ આદતોના વિરોધી પતિથી છુટકારો મેળવવા તેણે પતિની હત્યા કર્યાનું તપાસમાં બહાર આવ્યું હતું.

ટેક્સાસઃ અમેરિકાની ટેક્સાસ કોર્ટે ૨૭ વર્ષની ગુજરાતી પરિણીતા શ્રેયા પટેલને પતિને જીવતો સળગાવી નાખવાના કેસમાં દોષિત ઠરાવીને ૨૦ વર્ષ કેદની સજા ફરમાવી છે. લંડન અને દુબઈમાં રહી ચૂકેલી શ્રેયાને દારૂ, લેટનાઇટ પાર્ટી સહિતના હાઇ પ્રોફાઇલ જીવનની આદત હતી. પોતાની આ આદતોના વિરોધી પતિથી છુટકારો મેળવવા તેણે પતિની હત્યા કર્યાનું તપાસમાં બહાર આવ્યું હતું.
શ્રેયા અને વિમલ પટેલના ૧૦ એપ્રિલ, ૨૦૧૨ના રોજ ટેક્સાસમાં એરેન્જ્ડ લગ્ન થયાં હતાં. આના સપ્તાહ બાદ, ૧૭ એપ્રિલે શ્રેયાએ વિમલને હોટ મસાજ માટે બાથરૂમમાં બોલાવ્યો હતો. વિમલ બાથટબમાં ગયો કે તરત શ્રેયાએ તેના પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. એક પડોશીએ બાથરૂમમાંથી ધુમાડો નીકળતો જોઇને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં વિમલ ૮૦ ટકા દાઝી ગયો હતો.
કોર્ટને ગેરમાર્ગે દોરી
વિમલને તરત હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તે ચાર મહિના કોમામાં રહ્યો અને પછી તેનું મૃત્યુ થયું. શ્રેયાએ કોર્ટમાં એવું નિવેદન આપ્યું હતું કે વિમલે આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે શ્રેયાએ જ તેની હત્યા કરી હતી.
પૂર્વઆયોજિત કાવતરું
તપાસમાં જાણવા મળ્યા મુજબ હત્યા થઈ તે દિવસે શ્રેયા એક ખાલી કેનમાં પેટ્રોલ ભરાવીને લાવી હતી. તેણે એક સ્ટોરમાંથી કેન્ડલ સ્ટીક અને માસ્કિંગ ટેપ પણ ખરીદી કરી હતી. ઘેર પહોંચીને તેણે સ્મોક એલાર્મ અને વોટર સ્પ્રિંકલર પણ ડિટેચ કરી નાખ્યા હતા. આ પછી શ્રેયાએ વિમલને હોટ મસાજ માટે બાથરૂમમાં બોલાવ્યો હતો.
હાઇપ્રોફાઇલ જીવનશૈલી
પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે લંડન અને દુબઈમાં રહી ચૂકેલી શ્રેયાને હાઈપ્રોફાઇલ જીવનની આદત પડી ગઇ હતી. દારૂનું સેવન અને લેટનાઇટ પાર્ટીની તેને લત લાગી હતી. જોકે વિમલ આ બધી બાબતનો ઉગ્ર વિરોધી હતો. પતિ વિમલના આ વિરોધથી છુટકારો મેળવવા માટે તેણે તેની હત્યા કરી હતી.

પતિને સળગાવનાર શ્રેયા પટેલને જેલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.