ટી૨૦ વર્લ્ડ કપઃ શ્રીલંકન ટીમમાં મલિંગા, મેથ્યુઝનું પુનરાગમન

ટી૨૦ વર્લ્ડ કપઃ શ્રીલંકન ટીમમ

ફિટ થયેલા કેપ્ટન લસિથ મલિંગા તથા વાઇસ કેપ્ટન એન્જેલો મેથ્યુઝનું આવતા મહિને ભારતમાં રમાનારી આઇસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ માટેની શ્રીલંકન ટીમમાં પુનરાગમન થયું છે. ઇજાના કારણે મલિંગા, મેથ્યુઝ તથા ઝડપી બોલર નુવાન કુલશેખરાએ તાજેતરમાં ભારત સામેની શ્રેણી ગુમાવી હતી.

કોલંબોઃ ફિટ થયેલા કેપ્ટન લસિથ મલિંગા તથા વાઇસ કેપ્ટન એન્જેલો મેથ્યુઝનું આવતા મહિને ભારતમાં રમાનારી આઇસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ માટેની શ્રીલંકન ટીમમાં પુનરાગમન થયું છે. ઇજાના કારણે મલિંગા, મેથ્યુઝ તથા ઝડપી બોલર નુવાન કુલશેખરાએ તાજેતરમાં ભારત સામેની શ્રેણી ગુમાવી હતી.
આઠમી માર્ચથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ માટે અનુભવી બેટ્સમેન તિલકરત્ને દિલશાન તથા ડાબોડી સ્પિનર રંગાના હેરાથનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. તાજેતરમાં પૂણે ખાતે રમાયેલી પ્રથમ ટી૨૦ મેચમાં શ્રીલંકાએ મેળવેલા વિજયમાં ત્રણ વિકેટ ઝડપનાર ઝડપી બોલર કાસૂન રાજિથાની આશ્ચર્યજનક રીતે ટીમમાંથી બાદબાદી કરાઇ છે. શ્રીલંકાએ ગયા મહિને ટ્વેન્ટી૨૦ની પ્રથમ ક્રમાંકિત ટીમનો દરજ્જો ગુમાવ્યો હતો.
શ્રીલંકન ટીમઃ લસિથ મલિંગા (કેપ્ટન), એન્જેલો મેથ્યુઝ, દિનેશ ચંદીમલ, તિલકરત્ને દિલશાન, નિરોશન ડિકવેલા, શેહાન જયસૂર્યા, મિલિન્ડા સિરિવર્દને, દાસુન શનાકા, ચમારા કાપુગેડેરા, નુવાન કુલશેખરા, દુશમન્થા ચામીરા, તિસારા પરેરા, સુચિત્રા સેનાનાયકે, રંગાના હેરાથ, જેફરી વાન્ડેરસેય

ટી૨૦ વર્લ્ડ કપઃ શ્રીલંકન ટીમમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.