શેન વોર્નના માથામાં એનાકોન્ડાએ બચકું ભર્યું

શેન વોર્નના માથામાં એનાકોન્ડ

દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ન ફરી એક વખત સમાચારમાં છે. આ વખતે તે કોઇ નવા અફેરના કારણે નહીં, પણ એનાકોન્ડાના કારણે સમાચારમાં ચમક્યો છે. વોર્નને એક રિયાલિટી શો દરમિયાન એનાકોન્ડાએ માથામાં બચકું ભરતાં સારવાર લેવી પડી હતી. વોર્ન ‘આઇ એમ એ સેલિબ્રિટી, ગેટ મી આઉટ ઓફ હિયર’ ટીવી શોમાં એક ટાસ્ક પૂરો કરી રહ્યો હતો ત્યારે બિનઝેરી એનાકોન્ડાએ તેના માથામાં બચકું ભર્યું હતું.

મેલબોર્નઃ દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ન ફરી એક વખત સમાચારમાં છે. આ વખતે તે કોઇ નવા અફેરના કારણે નહીં, પણ એનાકોન્ડાના કારણે સમાચારમાં ચમક્યો છે. વોર્નને એક રિયાલિટી શો દરમિયાન એનાકોન્ડાએ માથામાં બચકું ભરતાં સારવાર લેવી પડી હતી. વોર્ન ‘આઇ એમ એ સેલિબ્રિટી, ગેટ મી આઉટ ઓફ હિયર’ ટીવી શોમાં એક ટાસ્ક પૂરો કરી રહ્યો હતો ત્યારે બિનઝેરી એનાકોન્ડાએ તેના માથામાં બચકું ભર્યું હતું.
ઝેરીલા આફ્રિકન દેડકા, વીંછી, ઉંદરો તથા વંદાથી ભરેલા બોક્સમાંથી બહાદુરીથી બહાર આવેલા વોર્નને સાપોથી ભરેલું બોક્સ આપવામાં આવ્યું હતું, જેમાં મૂકેલા યલો સ્ટારને તેણે મોઢા વડે કાઢવાનો હતો. સ્થળ પર હાજર ડોક્ટર ક્રિસ બ્રાઉને વોર્નને ચેતવણી આપી હતી કે તેના શરીર તથા માથામાં રહેલી ઉંદરની ગંધના કારણે સાપ તેને પોતાનો ખોરાક સમજી શકે છે. વોર્ને જેવું પોતાનું માથું બોક્સમાં નાખ્યું કે એક એનાકોન્ડાએ તેના પર હુમલો કરી માથામાં બચકું ભર્યું હતું. વોર્નને તરત જ સારવાર અપાઇ હતી.
કાર્યક્રમના પ્રોડ્યુસર સ્ટિફન ટેટે જણાવ્યું હતું કે વોર્ને અગાઉ અમને માહિતી આપી હતી કે તેને સૌથી વધારે ભય સાપનો લાગે છે અને આ અદભૂત બાબત છે કે એનાકોન્ડાએ બચકું ભર્યું હોવા છતાં તેણે કપરું ટાસ્ક પૂરું કર્યું. નોંધનીય છે કે બોક્સમાં એનાકોન્ડા, કોર્ન સ્નેક તથા રેટ સ્નેક હતા. એનાકોન્ડા ભલે ઝેરીલો નહોતો, પરંતુ તેના દાંત એટલા બધા તીક્ષ્ણ હોય છે કે તે બચકું ભરે ત્યારે ૧૦૦ સોય વાગતી હોય તેવું દર્દ થાય છે.

શેન વોર્નના માથામાં એનાકોન્ડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.