સુપ્રીમ કોર્ટ સંકુલમાં દેશભક્ત વકીલોએ હિંસા આચરી

સુપ્રીમ કોર્ટ સંકુલમાં દેશભક
jnu-court-lawyers-attack

જેએનયુમાં દેશવિરોધી નારાના મુદ્દે પતિયાલા હાઉસ કોર્ટમાં કન્હૈયા કુમાર સામે ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન બુધવારે વકીલોએ ફરી એક વાર બેફામ ગુંડાગીરી આચરી હતી.

નવી દિલ્હીઃ જેએનયુમાં દેશવિરોધી નારાના મુદ્દે પતિયાલા હાઉસ કોર્ટમાં કન્હૈયા કુમાર સામે ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન બુધવારે વકીલોએ ફરી એક વાર બેફામ ગુંડાગીરી આચરી હતી. બુધવારે સવારે જ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન સર્જાય તેની તકેદારી રાખવા માર્ગદર્શિકા જારી કરી હોવા છતાં બેફામ બનેલા વકીલોએ દેશદ્રોહ કેસના મુખ્ય આરોપી કન્હૈયા કુમાર પર હુમલો કર્યો હતો. કન્હૈયા કુમારને કોર્ટમાં હાજર કરાય તે પહેલાં જ પતિયાલા હાઉસ પરિસરમાં કન્હૈયાવિરોધી અને સમર્થક વકીલો વચ્ચે પણ છૂટા હાથની મારામારી થઈ હતી. આ પછી પોતાને દેશભક્ત કહેવડાવતા આ વકીલોનાં ટોળાએ કાયદો હાથમાં લઈ પત્રકારો અને કન્હૈયાસમર્થક વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસા આચરી હતી. ઉલ્લેખનીય છે કે વકીલોના આ જૂથે બે દિવસ પૂર્વે સોમવારે પણ વિદ્યાર્થીઓ અને પત્રકારોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.

સુપ્રીમ કોર્ટ સંકુલમાં દેશભક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.