પુત્રીના ધાવણમાં ‘ઝેર’ ભેળવતી માતાને જેલ

માતા ધાવણનો ઉપયોગ સંતાનોના જીવન અને પોષણ માટે કરતી હોય છે ત્યારે ડેવોનના પ્લીમથની ૨૦ વર્ષીય માતા રોસ જોન્સે માત્ર એક વર્ષની પુત્રીની હત્યા કરવા પોતાના ધાવણમાં શક્તિશાળી પેઈનકિલરની મિલાવટ કરી હોવાનું બહાર આવતા ભારે ચકચાર જાગી છે. પ્લીમથ ક્રાઉન કોર્ટે આ ક્રૂર ગુના બદલ માતા રોસને સાત વર્ષ અને બે મહિનાની સજા ફરમાવી છે.

લંડનઃ માતા ધાવણનો ઉપયોગ સંતાનોના જીવન અને પોષણ માટે કરતી હોય છે ત્યારે ડેવોનના પ્લીમથની ૨૦ વર્ષીય માતા રોસ જોન્સે માત્ર એક વર્ષની પુત્રીની હત્યા કરવા પોતાના ધાવણમાં શક્તિશાળી પેઈનકિલરની મિલાવટ કરી હોવાનું બહાર આવતા ભારે ચકચાર જાગી છે. પ્લીમથ ક્રાઉન કોર્ટે આ ક્રૂર ગુના બદલ માતા રોસને સાત વર્ષ અને બે મહિનાની સજા ફરમાવી છે.

આ બાળકીને અપાતા ‘ઝેર’ના કારણે તેને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવી પડતી હતી. આ પછી તેની માતા બ્રેસ્ટમિલ્કમાં શક્તિશાળી પેઈનકિલર ટ્રેમાડોલનો હાઈ ડોઝ ભેળવતી હોવાનું બહાર આવ્યું હતું. સજા ફરમાવતા જજ ઈઆન લોરી QCએ કહ્યું હતું કે જોનની ક્રૂરતા હિંસક બાળશોષણ કરતા પણ વધુ ખરાબ છે. પોતાનો ગુનો બહાર આવતાં જોને બાળકીના પિતા પર દોષનો ટોપલો નાખવાનો પ્રયાસ કર્યો હતો.

પુત્રીના ધાવણમાં ‘ઝેર’ ભેળવત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.