મેરિ કોમ - સરિતા દેવીનું ‘ઓલિમ્પિક ડ્રીમ’ તૂટ્યું

પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમ. સી. મેરિ કોમનું સતત બીજી વખત ઓલિમ્પિકમાં સ્થાન મેળવવાનું સપનું રોળાઇ ગયું છે. ભારતની સ્ટાર બોક્સર મેરિ કોમ ૨૧ મેના રોજ એઆઇબીએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં જ હારી ગઇ હતી.
એસ્તાના (કઝાખસ્તાન), તા. ૨૧ઃ પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમ. સી. મેરિ કોમનું સતત બીજી વખત ઓલિમ્પિકમાં સ્થાન મેળવવાનું સપનું રોળાઇ ગયું છે. ભારતની સ્ટાર બોક્સર મેરિ કોમ ૨૧ મેના રોજ એઆઇબીએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં જ હારી ગઇ હતી. ૨૦૧૨ની લંડન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મેરિ કોમ ૫૧ કિલોગ્રામ વેઇટ ગ્રૂપના બીજા રાઉન્ડમાં જર્મનની અઝીઝે નિમાની સામે ૦-૨થી હારી ગઇ હતી. આ ઉપરાંત ભારતની અન્ય અનુભવી બોક્સર સરિતા દેવી પણ મેક્સિકોની વિક્ટોરિયા ટોરેસ સામે ૩-૦થી હારી જતા તેના રિયો ગેમ્સના અભિયાન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.
