૧૭ વર્ષની પ્રિયંકા પરમાર ગોલ્ફમાં મિડલસેક્સ લેડીઝ કાઉન્ટી ચેમ્પિયન

૧૭ વર્ષની પ્રિયંકા પરમાર ગોલ્

પિનર હિલ ગોલ્ફ ક્લબની ૧૭ વર્ષીય ગોલ્ફર પ્રિયંકા પરમાર વર્ષ ૨૦૧૬ની મિડલસેક્સ લેડીઝ કાઉન્ટી ચેમ્પિયન બનતા સાતમા આસમાને વિહરી રહી છે. બે રોમાંચક મુકાબલા બાદ તે સેમિ-ફાઈનલ અને બાદમાં સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં તેણે તારા વોટર્સને હરાવી હતી.

પિનર હિલ ગોલ્ફ ક્લબની ૧૭ વર્ષીય ગોલ્ફર પ્રિયંકા પરમાર વર્ષ ૨૦૧૬ની મિડલસેક્સ લેડીઝ કાઉન્ટી ચેમ્પિયન બનતા સાતમા આસમાને વિહરી રહી છે. બે રોમાંચક મુકાબલા બાદ તે સેમિ-ફાઈનલ અને બાદમાં સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં તેણે તારા વોટર્સને હરાવી હતી. આ સ્પર્ધા નોકઆઉટ રૂલ્સ મુજબ રમાઈ હતી તેથી પ્રિયંકાને શરૂઆતથી જ પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. સીઝનની શરૂઆતમાં જ તેનું લક્ષ્ય હાંસલ થતું જણાતાં આનંદિત પ્રિયંકાનું આગામી લક્ષ્ય  જુલાઈમાં નોટિંગહામશાયર ગોલ્ફ ક્લબ ખાતે રમાનારી ઈંગ્લીશ ગર્લ્સ એમોચ્યોર ચેમ્પિયનશિપ પર છે. પ્રિયંકાએ જણાવ્યું હતું કે તે ફુલટાઈમ પ્રોફેશનલ ગોલ્ફર બનવા માગે છે અને તેના આ ધ્યેયને હાંસલ કરવામાં માત્ર સખત પરિશ્રમ જ તેને મદદરૂપ થશે.

૧૭ વર્ષની પ્રિયંકા પરમાર ગોલ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.