૨૦ વર્ષથી અંધ મહિલા પડી જતાં આંખોની રોશની પાછી આવી!

૨૦ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ મહિલા

લગભગ ૨૦ વર્ષ પહેલાં આંખોની રોશની ગુમાવી દેનાર મેરી એન ફ્રેન્ક તેનાં ઘરમાં પડી જતાં આંખોની રોશની પાછી આવી ગઈ છે. ૧૯૯૩માં કરોડરજ્જુના ભાગે ઇજા થયા બાદ મેરીની આંખોનું તેજ જતું રહ્યું હતું.

હ્યુસ્ટનઃ લગભગ ૨૦ વર્ષ પહેલાં આંખોની રોશની ગુમાવી દેનાર મેરી એન ફ્રેન્ક તેનાં ઘરમાં પડી જતાં આંખોની રોશની પાછી આવી ગઈ છે. ૧૯૯૩માં કરોડરજ્જુના ભાગે ઇજા થયા બાદ મેરીની આંખોનું તેજ જતું રહ્યું હતું.
મેરી કહે છે, 'આશરે ૨૦ વર્ષથી મારા જીવનમાં અંધકાર હતો. ઓગસ્ટ ૨૦૧૫માં હું દરવાજો ખોલવા માટે ઊભી થઈ હતી, મારો પગ લપસી પડતાં પીઠમાં ઇજા થઇ હતી. મારું માથું કોઈ નક્કર વસ્તુ સાથે અથડાયું હતું. મારું ઓપરેશન થોડા દિવસો પહેલાં જ કરવામાં આવ્યું છે, ત્યાં સુધી મારે ગળામાં પટ્ટો પહેરવો પડતો હતો.’ ચાર કલાક ચાલેલાં ગરદનનાં ઓપરેશન બાદ જ્યારે હોસ્પિટલમાં તેને હોશ આવ્યા તો તેને થોડું થોડું દેખાવા લાગ્યું હતું. બીજા દિવસે સવારે ડોક્ટરોએ તેને દવા આપી તો તેને બધું જ સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું. મેરીને ઈશ્વરમાં ઘણી આસ્થા છે, તે પોતાની રોશનીને ઈશ્વરનો જ ચમત્કાર ગણાવે છે. તે જણાવે છે કે, ૨૦ વર્ષ પછી દેખાવા લાગવું એ એક નવો જ અનુભવ છે.
ઓપરેશન કરનારા ડો. જોન અફશર જણાવે છે કે, 'અમને એવી જરાય આશા નહોતી કે ઓપરેશન કરવાને કારણે મેરીની આંખો પર આવી અસર થશે. અમારી પાસે તેનો કોઈ વૈજ્ઞાનિક ખુલાસો નથી. બની શકે કે, માથું અથડાવાને કારણે મગજના એ હિસ્સામાં ફરીથી લોહીનું પરિભ્રમણ શરૂ થઈ ગયું હોય, જ્યાંથી વ્યક્તિનું દેખાવાનું નિયંત્રિત થાય છે.'

૨૦ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ મહિલા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.