બોટ્સવાનામાંથી દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો હીરો મળ્યો

બોટ્સવાનામાંથી દુનિયાનો બીજા...

આફ્રિકન દેશ બોટ્સવાનાની એક ખાણમાંથી ૨૦મી એપ્રિલે દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો હીરો મળ્યો છે. આ હીરો છેલ્લાં ૧૦૦ વર્ષોનો સૌથી મોટો હીરો (૧,૧૧૧ કેરેટની હાઈ ક્વોલિટી) હોવાનું મનાય છે. બોટ્સવાના હીરાનાં ઉત્પાદનમાં બીજા નંબરે આવે છે.

ગેબરોની: આફ્રિકન દેશ બોટ્સવાનાની એક ખાણમાંથી ૨૦મી એપ્રિલે દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો હીરો મળ્યો છે. આ હીરો છેલ્લાં ૧૦૦ વર્ષોનો સૌથી મોટો હીરો (૧,૧૧૧ કેરેટની હાઈ ક્વોલિટી) હોવાનું મનાય છે. બોટ્સવાના હીરાનાં ઉત્પાદનમાં બીજા નંબરે આવે છે. ૧૦૦ વર્ષ બાદ મળેલા આ હીરા માટે કેનેડાની એક કંપની લુકારા ડાયમંડ કોર્પોરેશને દાવો કર્યો છે કે, રાજધાની ગેબરોનીની ઉત્તરમાં લગભગ ૫૦૦ કિલોમીટર દૂર 'કરાવે માઇન'માં મળેલો આ હીરો મળવો એ સદીની સૌથી મોટી શોધ છે, જોકે હજુ આ હીરાનું મૂલ્યાંકન બાકી છે. લુકારા ડાયમંડ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ હીરો ૧૯૦૫માં સાઉથ આફ્રિકામાંથી મળેલા કુલિનન ડાયમંડ બાદ દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો હીરો છે.

બોટ્સવાનામાંથી દુનિયાનો બીજા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.