ભારતીય ક્રિકેટ બોર્ડના સીઈઓ પદે રાહુલ જોહરી

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ મીડિયા જગતના દિગ્ગજ રાહુલ જોહરીની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. તેઓ પહેલી જૂને તેમનો હોદ્દો સંભાળશે. જોહરીને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો ૨૦ વર્ષનો બહોળો અનુભવ છે. આ પૂર્વે તેઓ ડિસ્કવરી નેટવર્ક સાથે જોડાયેલા હતા.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ મીડિયા જગતના દિગ્ગજ રાહુલ જોહરીની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. તેઓ પહેલી જૂને તેમનો હોદ્દો સંભાળશે. જોહરીને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો ૨૦ વર્ષનો બહોળો અનુભવ છે. આ પૂર્વે તેઓ ડિસ્કવરી નેટવર્ક સાથે જોડાયેલા હતા. તેઓ ડિસ્કવરી નેટવર્ક એશિયા પેસિફિકના વાઇસ ચેરમેન અને સાઉથ એશિયાના વડા રહી ચૂક્યા છે. તેમણે ૧૫ વર્ષ સુધી ડિસ્કવરી નેટવર્કને પોતાની સેવાઓ આપી હતી. ડિસ્કવરી છોડ્યા બાદ પણ તેઓ આ વર્ષના અંત સુધી ચેનલના સિનિયર એડવાઇઝર તરીકે કામ કરતા રહેશે.
રાહુલ જોહરીને બીસીસીઆઈમાં રમતગમતને પ્રોત્સાહન આપવાની રણનીતિ ઘડવાની જવાબદારી અપાઈ છે. એ સિવાય તે બોર્ડના યોગ્ય સંચાલન અને સ્ટેક હોલ્ડર મેનેજમેન્ટનું કામ પણ જોશે.
