મેં ૫૦૦થી વધુ યુવતીઓ સાથે સેક્સ માણ્યું છેઃ ટીનો બેસ્ટ

મેં ૫૦૦થી વધુ યુવતીઓ સાથે સેક્...

વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર ટીનો બેસ્ટે તેની ઓટોબાયોગ્રાફીમાં સનસનાટીપૂર્ણ ખુલાસો કરતાં દાવો કર્યો છે કે તે અત્યાર સુધીમાં ૫૦૦થી ૬૫૦ મહિલાઓ સાથે સેક્સ માણી ચૂક્યો છે. ‘માઇન્ડ ધ વિન્ડોઝઃ માય સ્ટોરી’ નામની આત્મકથામાં ટીનોએ પોતાને ‘પુરુષ વેશ્યા’ ગણાવ્યો છે. આ આત્મક્થા ૨૮ એપ્રિલે પ્રકાશિત થવાની છે.

બાર્બાડોસઃ વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર ટીનો બેસ્ટે તેની ઓટોબાયોગ્રાફીમાં સનસનાટીપૂર્ણ ખુલાસો કરતાં દાવો કર્યો છે કે તે અત્યાર સુધીમાં ૫૦૦થી ૬૫૦ મહિલાઓ સાથે સેક્સ માણી ચૂક્યો છે. ‘માઇન્ડ ધ વિન્ડોઝઃ માય સ્ટોરી’ નામની આત્મકથામાં ટીનોએ પોતાને ‘પુરુષ વેશ્યા’ ગણાવ્યો છે. આ આત્મક્થા ૨૮ એપ્રિલે પ્રકાશિત થવાની છે.
અહેવાલ અનુસાર, આ પુસ્તકમાં એ તમામ રહસ્યોનો ખુલ્લા કરવામાં આવ્યો છે જેને કારણે ટીનો બેસ્ટ હંમેશા વિવાદોમાં રહ્યો છે. આ પુસ્તકના કેટલાક અંશો મેલ ઓનલાઇનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
‘હું યુવતીઓને પ્રેમ કરુ છું અને યુવતીઓ મને. મને લાગે છે કે હું વિશ્વમાં વાળ વિનાનો સૌથી સુંદર છોકરો છું. મજાકમાં હું મારી જાતને બ્લેક બ્રેડ પિટ કહું છું. હું જ્યાં પણ ક્રિકેટ રમવા ગયો ત્યાં મેં યુવતીઓ સાથે વાત કરી, ડેટ પર ગયો અને તેની સાથે સેક્સ માણ્યું. મારા અંદાજ પ્રમાણે, મેં વિશ્વભરમાં લગભગ ૫૦૦થી ૬૫૦ યુવતીઓ સાથે સેક્સ માણ્યું છે.’
૨૦૦૪માં જ્યારે વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો ત્યારે ફ્લિન્ટોફે બેસ્ટને ‘માઇન્ડ ધ વિંડોઝ’ કહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે ફ્લિન્ટોફે જ આ ઓટોબાયોગ્રાફીની પ્રસ્તાવના લખી છે. ટીનો બેસ્ટે મે-૨૦૦૩માં વેસ્ટ ઇન્ડિઝ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. બેસ્ટે ૨૫ ટેસ્ટમાં ૫૭ વિકેટ, ૨૬ વન-ડેમાં ૩૪ અને ૬ ટી૨૦માં કુલ ૬ વિકેટ ઝડપી છે. બેસ્ટ છેલ્લે જાન્યુઆરી-૨૦૧૪માં વેસ્ટ ઇન્ડિઝ તરફથી રમ્યો હતો.

મેં ૫૦૦થી વધુ યુવતીઓ સાથે સેક્...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.