યુએસની યુનિવર્સિટીમાં શ્વેત વિદ્યાર્થિનીએ હિન્દુ શ્લોક બોલતાં વિરોધ

આઈવી લીગ યુનિવર્સિટીની એક શ્વેત વિદ્યાર્થિનીએ હિન્દુ સંગીત પીરસ્યું હતું અને ધ્યાન કર્યું હતું, પરંતુ કેટલાક લોકોએ એનો વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે આ તો સાંસ્કૃતિક કબજો છે.

ન્યૂ યોર્કઃ આઈવી લીગ યુનિવર્સિટીની એક શ્વેત વિદ્યાર્થિનીએ હિન્દુ સંગીત પીરસ્યું હતું અને ધ્યાન કર્યું હતું, પરંતુ કેટલાક લોકોએ એનો વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે આ તો સાંસ્કૃતિક કબજો છે.

કેરી ગ્રોસમેને એન ઈવનિંગ ઓફ ડિવોશ્નલ મ્યુઝિક કાર્યક્રમમાં હિન્દુ મંત્રોચ્ચાર કરતાં ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે શું આ રીતે જાહેરમાં ઉચ્ચાર કરવાની તેની કોઈ સત્તા છે? એમ યુનિ.ના મુખપત્રમાં છપાયું હતું. આ કાર્યક્રમની જાહેરાત ફેસબુકમાં પ્રશ્નોત્તરી, સંગીત અને ધ્યાનની સાંજ તરીકે કરવામાં આવી હતી.

ગ્રોસમેને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો કે જ્યારે એ ભારતમાં ગઈ હતી ત્યારે એણે મંત્રોચ્ચાર શીખ્યા હતા જે એને ખૂબ જ શક્તિશાળી અને મનને શાંતિ આપનાર જણાયા હતા. હિન્દુ મંત્રોચ્ચારના અનુભવ અંગે જણાવવાની શરૂઆત કરતાં જ અન્યોને ગ્રોસમેનનો વિરોધ શરૂ કર્યો હતો.

યુએસની યુનિવર્સિટીમાં શ્વેત વિદ્યાર્થિનીએ હિન્દુ શ્લોક બોલતાં વિરોધ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.