ચાકુ લઈને ઊડી ગયેલા કાગડા પોલીસ વચ્ચે પકડાપકડી

ચાકુ લઈને ઊડી ગયેલા કાગડા પોલી...

ચંક નામના કાગડાએ કેનેડાના વાનકુંવર શહેરમાં ત્રાસ મચાવ્યો છે. શહેરમાં સેલિબ્રિટીનો દરજ્જો ભોગવતો આ કાગડો અત્યારે શહેરની પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે. કેમ કે થોડા દિવસ પહેલાં પોલીસે એક ગુનેગારને ગોળી મારી હતી. એ ગુનેગાર પાસે ચાકુ હતું. પોલીસ ત્યાં પહોંચે એ પહેલાં કાગડો ચંક ચાકુ લઈને ભાગી ગયો હતો. પરિણામે પોલીસ એ ચાકુ શોધી રહી છે.

વાનકુંવરઃ ચંક નામના કાગડાએ કેનેડાના વાનકુંવર શહેરમાં ત્રાસ મચાવ્યો છે. શહેરમાં સેલિબ્રિટીનો દરજ્જો ભોગવતો આ કાગડો અત્યારે શહેરની પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે. કેમ કે થોડા દિવસ પહેલાં પોલીસે એક ગુનેગારને ગોળી મારી હતી. એ ગુનેગાર પાસે ચાકુ હતું. પોલીસ ત્યાં પહોંચે એ પહેલાં કાગડો ચંક ચાકુ લઈને ભાગી ગયો હતો. પરિણામે પોલીસ એ ચાકુ શોધી રહી છે.

ચંક વાનકુંવરનું સૌથી તોફાની પક્ષી છે. અગાઉ આવા ઘણા પરાક્રમો કરી ચૂકેલા આ કાગડાને બીજાથી અલગ પાડવા તેના પગમાં લાલ રીંગ પહેરાવી દેવાઈ છે. તેના ચાહકો પણ ઘણા છે. આ ચાહકોએ મળીને તેનું ફેસબુક પેજ બનાવ્યું છે. જેમાં ચંકની વિવિધ પ્રવૃત્તિઓની અપડેટ થતી રહે છે. આ ફેસબુકના પેજના ૨૫ હજારથી વધારે ફોલોઅર્સ છે.

પોલીસે જણાવ્યું હતું કે, અમને પણ આ કાગડો ગમે છે, પણ હવે એ હત્યાકાંડના સ્થળેથી ચાકુ લઈને જતો રહ્યો છે. એ અમારા માટે મહત્ત્વનો પુરાવો છે માટે ચાકુ તો શોધવું જ પડશે. ચળકતી વસ્તુઓ પ્રત્યે કાગડા આકર્ષાતા હોય છે. ચાકુ કે અન્ય એવી ચળકતી ચીજો નિયમિત રીતે ઉઠાવતાં રહે છે.

ચાકુ લઈને ઊડી ગયેલા કાગડા પોલી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.