પુત્રને બ્રિટનમાં પિતા પાસે મોકલવા પર સુપ્રીમનો સ્ટે

ગુજરાતની એક મહિલાએ ૨૦૦૬ના વર્ષમાં પોરબંદરના યુવક સાથે લગ્ન કરીને બ્રિટન ગઈ હતી. ૨૦૦૮માં મહિલાએ બ્રિટનમાં જ પુત્રને જન્મ આપ્યો. જોકે પછીથી મહિલાએ પતિ પર સારો વ્યવહાર ન કરવાનો આરોપ મૂક્યો હતો. મહિલા પુત્રની સાથે ભારત આવી ગઇ હતી. બાળકની કસ્ટડી હાઈ કોર્ટે પતિને આપ્યા બાદ પત્ની સુપ્રીમમાં ગઈ અને સુપ્રીમ કોર્ટે ૩૦મી મેએ બાળકને બ્રિટનમાં તેમનાથી અલગ રહેતા પતિ પાસે મોકલી દેવાના ગુજરાત હાઇ કોર્ટના ચુકાદા પર સ્ટે મૂકી દીધો છે. 

અમદાવાદઃ ગુજરાતની એક મહિલાએ ૨૦૦૬ના વર્ષમાં પોરબંદરના યુવક સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ તે પોતાના પતિ સાથે બ્રિટન રહેવા ગઈ હતી. ૨૦૦૮માં મહિલાએ બ્રિટનમાં જ પુત્રને જન્મ આપ્યો. જોકે પછીથી મહિલાએ પતિ પર સારો વ્યવહાર ન કરવાનો આરોપ મૂક્યો હતો. મહિલા પુત્રની સાથે ભારત આવી ગઇ હતી. મહિલા હવે બ્રિટનમાં પોતાના પતિ પાસે જવા માગતી નથી. બાળકની કસ્ટડી અંગે પતિ અને પત્ની વચ્ચે વિવાદ થતાં કેસ હાઈ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. એ પછી સુપ્રીમ કોર્ટે ૩૦મી મેએ બાળકને બ્રિટનમાં તેમનાથી અલગ રહેતા પતિ પાસે મોકલી દેવાના ગુજરાત હાઇ કોર્ટના ચુકાદા પર સ્ટે મૂકી દીધો છે. બાળકની કસ્ટડી કોની પાસે રહે તે માટે થયેલા વિવાદના કેસમાં ગુજરાત હાઇ કોર્ટે આઠ વર્ષનો પુત્ર પોતાના પિતા સાથે બ્રિટનમાં રહેશે તેવો ચુકાદો આપ્યો હતો.

પુત્રને બ્રિટનમાં પિતા પાસે મોકલવા પર સુપ્રીમનો સ્ટે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.