મુંબઇમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટઃ પનાં મોત

મુંબઇમાં કેમિકલ કંપનીમાં બ્લ

મુંબઇ શહેરના પરા વિસ્તાર ડોમ્બિવલી પૂર્વના એમઆઇડીસી ફેઝ-૨માં આવેલી આચાર્ય ગ્રૂપની હર્બર્ટ બ્રાઉન ફાર્માસ્યુટિકલ એન્ડ રિસર્ચ લેબોરેટરીઝના બોઇલરમાં ગુરુવારે જોરદાર વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી અને ફેક્ટરીનું બિલ્ડિંગ તૂટી પડયું હતું. દુર્ઘટનામાં પાંચના મૃત્યુ થયા છે જ્યારે ૮૦થી વધુને ઇજા થઇ છે.

મુંબઇઃ શહેરના પરા વિસ્તાર ડોમ્બિવલી પૂર્વના એમઆઇડીસી ફેઝ-૨માં આવેલી આચાર્ય ગ્રૂપની હર્બર્ટ બ્રાઉન ફાર્માસ્યુટિકલ એન્ડ રિસર્ચ લેબોરેટરીઝના બોઇલરમાં ગુરુવારે જોરદાર વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી અને ફેક્ટરીનું બિલ્ડિંગ તૂટી પડયું હતું. દુર્ઘટનામાં પાંચના મૃત્યુ થયા છે જ્યારે ૮૦થી વધુને ઇજા થઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુ આંક હજુ વધી શકે છે. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે પાંચ કિલોમીટરના વિસ્તારમાં તેનો અવાજ સંભળાયો હતો. ધડાકાની તીવ્રતાને કારણે આજુબાજુનાં મકાનો અને દુકાનોના કાચ તૂટી ગયા હતા. આગ આજુબાજુની અન્ય પાંચથી છ કંપનીઓમાં પણ ફેલાતાં મોટા પ્રમાણમાં લોકો જખમી થયાં હતાં. જાણે ભૂકંપ થયો હોય તેવું દૃશ્ય લાગતું હતું. ઘાયલો અહીંતહીં નાસતાં નજરે પડયાં હતાં. અકસ્માતમાં સાંજ સુધી ૫ જણનાં મોત થયાં હતાં અને ૮૫ કરતાં વધુ ઘાયલ થયાં હતાં.

મુંબઇમાં કેમિકલ કંપનીમાં બ્લ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.