ISના પ્રચાર બદલ બે કટ્ટરવાદીને જેલ
લંડનઃ ઓક્સફર્ડ સ્ટ્રીટમાં ઈસ્લામિક સ્ટેટ ત્રાસવાદી સંગઠનનો પ્રચાર કરતા બે કટ્ટરવાદી મુસ્લિમ યુવકોને ઓલ્ડ બેઈલી કોર્ટે જેલની સજા ફરમાવી છે. ઈબ્રાહીમ એન્ડરસન (૩૮) અને શાહ જહાન ખાને (૬૩) લંડનમાં ટોપ શોપના સ્ટોર નજીક તથાકથિત ખિલાફત માટે ઓગસ્ટ ૨૦૧૪માં ઉશ્કેરણીજનક પત્રિકાઓની વહેંચણી કરી હતી.

જોકે, બે મુસ્લિમ યુવતીઓએ આ યુવકોને પડકારતા તેમની સામે અપશબ્દોનો મારો ચલાવવા સાથે તેમને કાફિર ગણાવાયા હતા. ઈબ્રાહીમ અને ખાન દુકાન નજીક ભરતીનો સ્ટોલ લગાવનારા જૂથના સભ્યો હોવાનું મનાય છે. બન્નેની ધરપકડ પછી ઈબ્રાહીમના ઘેર શોધખોળ દરમિયાન પોલીસને જેહાદના ટેકામાં સીરિયા કેવી રીતે પહોંચવું તેની સૂચનાઓ ધરાવતું કોમ્પ્યુટર મળી આવ્યું હતું.