અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલોઃ ૧૦થી વધુનાં મોત

અફધાનિસ્તાનની રાજધાની કાબૂલમાં એક પોલીસ સ્ટેશન પર તાલિબાનના એક આત્મધાતી હમલાવરે હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયાં છે. આ હુમલામાં પંદરથી વધુ લોકો ધાયલ પણ થયા છે. આ વિસ્ફોટ પોલીસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પર કરવામાં આવ્યો હતો.

કાબૂલઃ અફધાનિસ્તાનની રાજધાની કાબૂલમાં એક પોલીસ સ્ટેશન પર તાલિબાનના એક આત્મધાતી હમલાવરે હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયાં છે.
આ હુમલામાં પંદરથી વધુ લોકો ધાયલ પણ થયા છે. આ વિસ્ફોટ પોલીસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પર કરવામાં આવ્યો હતો. હુમલાના સ્થળ પર કથળી હાલતમાં મૃતદેહો પડ્યા હતા. તાલિબાન તરફથી આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જયારે શાંતિ વાર્તાને પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયત્નો આ દેશમાં ચાલી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓએ હુમલાની તપાસ બાદ કહ્યું હતું કે, આ આત્મધાતી કાર હુમલો હતો, પરંતુ પછીથી ગૃહ મંત્રાલય દ્વારા કહેવાયું કે હુમલાખોરે પોલીસ સ્ટેશનની અંદર જવા માટે લોકો લાઈનમાં ઉભા હતા ત્યારે બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો.

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલોઃ ૧૦થી વધુનાં મોત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.